Home Gujarat Jamnagar જામનગરના સાંસદ પુનમબેન માડમનું વરસતા વરસાદે નગર ભ્રમણ

જામનગરના સાંસદ પુનમબેન માડમનું વરસતા વરસાદે નગર ભ્રમણ

0

જામનગર જિલ્લાના સાંસદ- ધારાસભ્ય- મેયર સહિતના મહાનુભાવોનું વરસતા વરસાદે નગર ભ્રમણ

  • નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા અને ફૂડ પેકેટ વિતરણ કાર્યમાં જોડાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭ ઓગસ્ટ ૨૪ જામનગર શહેરમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, અને લોકો ના ઘરમાં પાણી ઘુસ્યા છે. આવી પરિસ્થિતિમાં પૂરમાં ઘસાયેલા લોકોની મદદ માટે જામનગર શહેર જિલ્લાના રાજકીય આગેવાનો પાણી ન પ્રવાહ ની વચ્ચે ઉતર્યા છે.

જામનગર જિલ્લાના સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપના પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, નગરના મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, ભાજપના દંડક કેતનભાઇ નાખવા, કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા, તથા અન્ય આગેવાનો વગેરે સૌપ્રથમ જામનગર મહાનગરપાલિકા ના ફ્લડ કંટ્રોલરૂમમાં ઉપસ્થિત થયા હતા, અને સમગ્ર જામનગર શહેરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, અને રેસ્ક્યુ કામગીરીની સમીક્ષા કરી હતી.ત્યારબાદ તેઓ વરસતા વરસાદે નીચાણ વાળા વિસ્તારોમાં પહોંચ્યા હતા, અને પૂરમાં ફસાયેલા લોકોની રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા.

જામનગર મહાનગર પાલિકાના ફાયરના જવાનો તથા એસડીઆરએફની ટીમની મદદથી પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરાવી હતી, અને પૂરમાં ફસાયેલા લોકોને જુદા જુદા આશ્રયસ્થાનોમાં સુરક્ષિત ખસેડયા પછી તેઓને ફૂડ પેકેટ વગેરે વિતરણ કરવાની પણ તાત્કાલિક અસરથી વ્યવસ્થા ગોઠવી હતી.

પાણીથી જલમગ્ન અનેક વિસ્તારોમાં વરસતા વરસાદે તમામ રાજકીય અગ્રણીઓ લોકોને મદદ માટે પહોંચ્યા હતા, અને સહાનુભૂતિ દર્શાવી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version