જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા ચાંદીપુરા વાયરસ તેમજ કોલેરા ના દર્દીઓની મુલાકાત લીધી
-
તમામ દર્દીઓની સારવાર તથા જરૂરી આરોગ્ય સુવિધાઓ સંબંધે જી.જી. હોસ્પિટલના તબીબી અધિકારીઓ સાથે પણ બેઠક યોજી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ જુલાઈ ૨૪, જામનગરના ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા ચાંદિપુરા વાયરસના દર્દીઓ તેમજ કોલેરાગ્રસ્ત દર્દીઓની મુલાકાત લીધી હતી, અને તેઓના ખબર પૂછ્યા હતા. ઉપરાંત તમામ દર્દીઓને સારવાર અને જરૂરી આરોગ્ય સુવિધાઓ સંબંધિત જી.જી. હોસ્પિટલના ડીન ડો. નંદીની દેસાઈ તથા અન્ય તબીબી અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી હતી.