જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૪ માં ધારાસભ્ય દિવ્યેશ અકબરી ના હસ્તે રૂપિયા ૬૨.૨૬ લાખના ૬ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ માર્ચ ૨૩, જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૪ માં વિકસિત ભારત વિકસિત ગુજરાત ના કાર્યક્રમની શૃંખલા અંતર્ગત કુલ ૬૨.૨૬ લાખના કુલ છ વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત દિગવિજય પ્લોટ શેરી નંબર ૫૮ માં અનિલ આંગણવાડી શેરીમાં શક્તિ પાનથી આડી અને ઉભી શેરીમાં સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું.
સાથો સાથ જુની નવા નગર બેંક એક રૂપિયાના સિક્કા થી ૫૮ હિંગળાજ ચોકથી રમેશ હાર્ડવેર સુધીના રોડની બંને સાઈડમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત દિગવિજય પ્લોટ શેરી નંબર ૫૬ માં રાણી મંજિલ થી વસંત નાનજી ભદ્રા ના ઘર સુધી અને મોહનભાઈ ગઢવી ના ઘર નજીક હનુમાન દાદાના મંદિર પાસે સીસી રોડના કામનું ખાત મુહૂર્ત કરાયું હતું.જ્યારે દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૦ માં વરૂડી પાન થી સંદીપભાઈ જોઇશર ના ઘર સુધી રોડની બંને સાઈડમાં પેવર બ્લોકના કામનું આજે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ખાતમુહૂર્તના કાર્યક્રમની શૃંખલામાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી ની સાથે નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, કોર્પોરેટર શારદાબેન વિંઝુડા, મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન જોટંગીયા, પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ ગજરા તેમજ વોર્ડ નાં ૧૪ ના ભારતીય જનતા પાર્ટીના અન્ય હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની ઉપસ્થિતિમાં તમામ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા હતા.