Home Gujarat Jamnagar જામનગર ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન્મદિવસ નિમિત્તે ચર્તુવિધ સેવાયજ્ઞનું આયોજન

જામનગર ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન્મદિવસ નિમિત્તે ચર્તુવિધ સેવાયજ્ઞનું આયોજન

0

જામનગરના ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ના જન્મદિવસ નિમિત્તે ચર્તુવિધ સેવાયજ્ઞનું આયોજન

  • આગામી તારીખ ૧૪ ના રોજ મકરસંક્રાંતિના દિવસે પટેલ સેવા સમાજમાં મહા રક્તદાન કેમ્પ નું આયોજન
  • જામનગરના બહેનોમાં બ્રેસ્ટ કેન્સર ની જાગૃતિ અર્થે ૨૧૦૦ બહેનોની મેમોગ્રાફી તેમજ ૯૦ કુપોષિત બાળકોને દતક લેવાનો સેવાયજ્ઞ યોજાશે
  • અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમારંભ ને અનુલક્ષીને ના રામભક્તો અને કારસેવકોનો સન્માન સમારંભ પણ યોજાશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧ જાન્યુઆરી ૨૪ જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા ધારાસભ્ય બન્યા પછી પોતાના પ્રથમ જન્મદિવસે સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ કુપોષણ થી સુપોષણ અભિયાન અંતર્ગત આંગણવાડીના ૩૮૬ કુપોષિત બાળકોને દત્તક લેવાયા હતા, અને સુપોષિત કરી દેવાયા છે.જ્યારે મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો.

ત્યારે આ વખતે ૧૪ જાન્યુઆરીને મકર સંક્રાંતિના દિવસે ચર્તુવિધ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલા કેશવજી અરજણ લેઉઆ પટેલ સેવા સમાજમાં મહારક્તદાન કેમ્પ, ૯૦ કુપોષિત બાળકોને દતક લેવા, તેમજ મહિલાઓમાં બ્રેષ્ટ કેન્સર ની જાગૃતિ લાવવાના ભાગરૂપે ૨,૧૦૦ બહેનોની મેમોગ્રાફી સહિતના સેવાયજ્ઞનું આયોજન કરાયું છે.સાથો સાથ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ને અનુલક્ષીને જામનગરમાં વસવાટ કરતા રામ ભક્તો અને કારસેવકો નો સત્કાર સમારંભ પણ યોજાયો છે.

જામનગર ના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી નો આગામી ૧૪ મી જાન્યુઆરીને મકરસંક્રાંતિના પર્વ ના દિવસે જન્મદિવસ છે, ત્યારે રણજીત નગર પટેલ સેવા સમાજમાં સવારે ૯.૦૦ વાગ્યાથી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે, અને મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કુપોષણથી સુપોષણ સુધીના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મુખ્ય અભિયાન અંતર્ગત ૭૯- વિધાનસભા વિસ્તારની આંગણવાડીના વધુ ૯૦ કુપોષિત બાળકોને દતક લેવાનો કાર્યક્રમ પણ યોજાશે.

સાથો સાથ જામનગર શહેરના બહેનોમાં સ્તન કેન્સર (બ્રેસ્ટ કેન્સર) ની જાગૃતિ લાવવાના ભાગરૂપે ૨,૧૦૦ બહેનોની મેમોગ્રાફીનું પણ અભિયાન હાથ ધરવામાં આવશે.બ્રેસ્ટ કેન્સર અંગે અગાઉથીજ બહેનોને સચોટ જાણકારી મળી રહે, તેમાટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અત્યાધુનિક ડી.આર. મેમોગ્રાફી મશીન વસાવ્યું છે. જેમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીના પ્રયાસોથી નગરના બહેનોનું બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ અર્થે વિનામૂલ્યે સ્ક્રીનિંગ કરાવી આપવામાં આવશે. ખાસ કરીને બહેનોમાં બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ લાવવાના ભાગરૂપે આ અભિયાન હાથ ધરાયું છે.

ઉપરોક્ત સમગ્ર ચર્તુવિધ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, અને મહા રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ એકત્ર થાય, તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં વધુમાં વધુ લોકોએ ઉપસ્થિત રહીને રક્તદાન કરવા ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા અપીલ કરવામાં આવી છે.આ ઉપરાંત અયોધ્યામાં આગામી ૨૨મી જાન્યુઆરીના દિવસે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા માં આવનાર છે, તે સંદર્ભમાં જામનગરના રામભક્તો અને કારસેવકોનો સન્માન સમારંભ પણ યોજાયો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version