જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં આવેલી વીજ કચેરીમાં જુનિયર ઈજનેરને ધમકી આપી ફરજમાં રૂકાવટ ની ફરિયાદ
- સોલાર રુફટોપ એજન્સી ના સંચાલકે વીજ કચેરીમાં ઘસી જી રોફ જમાવ્યાની પોલીસ ફરિયાદ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ એપ્રિલ ૨૪ જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં આવેલી પીજીવીસીએલની કચેરીમાં ઘસી જઈ જુનિયર ઈજનેર ને પતાવી નાખવાની ધમકી આપી ફરજ માં રૂકાવટ ઊભી કરવા અંગે ખાનગી રુફટોપ એજન્સીના સંચાલક અને તેના મળતિયા સામે ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે. સોલાર રૂફ્ટોપ માટેની ઓકસેન એનર્જીસ નામની એજન્સી ધરાવનાર બિપીન ભાઈ સાવલિયા, ના દ્વારા તારીખ ૧૫.૪.૨૦૨૪ ના રોજ પીજીવિસીએલ ગોકુળ નગર પેટા વિભાગ કચેરી ખાતે જઈ ફરજ પર હાજર જુનિયર ઇજનેર વિરમભાઇ કારેણા ને સોલાર રૂફટોપ બાબતેની વાતચીત દરમ્યાન ઉશ્કેરાઈ ગયા હતા. જેણે જુનિયર ઇજનેર સાથે બીભત્સ વર્તન દાખવીને અપશબ્દો બોલ્યા હતા, તેમજ “કચેરી બહાર પગ મૂકશે તો જાનથી મારી નાખીશું જેવી ધમકી ઉચ્ચારી હતી.
ઉલ્લેખનીય છે કે હાલમાં જામનગરમાં આવી ઘણી કંપનીઓ ગ્રાહકો સામે સારા થવા માટે અને બિનવ્યાજબી ભાવ તોડવા માટે અને ગ્રાહકોને છેતરવા માટે પોતાના બચાવ અર્થે સોલાર રૂફટોપની ગુણવત્તા અને ખરાબ સર્વિસ તથા વિલંબિત ઇન્સ્ટોલેશન બાબતનો દોષનો ટોપલો વીજકંપનીના અધિકારીઓ ઉપર ઢોળતા હોય છે. અને ગ્રાહકોની સામે રોફ જમાવવા કંપની કર્મચારી તથા અધિકારીઓ સાથે મનફાવે તેમ વર્તન કરી પોતાને અને તેમની આવી ઊભી કરેલી કંપનીઓની ગુણવત્તા અને સર્વિસના પ્રશ્નોને છુપાવતા રહે છે.
જેથી આ મામલો આખરે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને બંને આરોપીઓ સામે આઇ.પી.સી.કલમ-૧૮૬, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ ઉભી કરવા બદલ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.