જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા વાણંદ પરિવારમાં સાસુ અને વહુ વચ્ચે પડી તકરાર..
-
વહુએ ઉશ્કેરાટમાં આવી જઈ સાસુ પર ફડાકા વાળી કરી : સાસરીયાઓ સામે કેસ કરવાની ધમકી પણ ઉચ્ચારી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫, ફેબ્રુઆરી ૨૫ જામનગરમાં ગુલાબ નગર નજીક યોગેશ્વર નગર શેરી નંબર -૩ માં રહેતા વાણંદ પરિવારમાં સાસુ વહુ વચ્ચે તકરાર થઈ હતી, અને ઉશ્કેરેટમાં આવી જઈ વહુએ સાસુ ઉપર ફડાકા વાળી કરી દીધી હતી. ઉપરાંત તમામ સામે ફરિયાદ નોંધાવવાની પણ ધમકી આપી હતી, જેથી મામલો પોલીસ મથકે લઈ જવાયો છે, અને સાસુ એ વહુ સામે ફરિયાદ નોંધાવી છે.