U.P મુકામે અપહરણ કરી 20 લાખ ની ખંડણી માગ્યા ના ગુન્હા માં સંડોવાયેલ ફોજી તથા અન્ય એક શખ્સ ને જામીન મુક્ત : ગુજરાત હાઇકોર્ટ
નગરના યુવા ધારાશાસ્ત્રી શિવરાજસિંહ રાઠોરની ધારદાર દલીલોને મળી વધુ એક સફળતા
પોલીસે જતીન પઢીયાર અને વિરલ હાડા નામના બંને યુવાનોને છોડાવી હેમખેમ મૂક્ત કરાવેલ હતા
દેશ દેવી ન્યુઝ જામનગર ૨૨ જૂન ૨૨ જામનગર સહિત ગુજરાતભરમાં ચર્ચસ્પદ બનેલ જામનગર શહેરના સ્વામીનારાયણનગરમાં રહેતા બે મિત્રો ઉત્તરપ્રદેશ ફરવા માટે ગયા હતા , દરમ્યાનમાં ત્યાં કોઇએ અપહરણ કરી ધમકીઓ આપી અને ખંડણીની માંગણી કરી હતી.
સાયબર ક્રાઇમની મદદ મેળવી જામનગર પોલીસની ટુકડી ઉત્તરપ્રદેશના કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી હતી અને ગણતરીની કલાકોમાં ઓપરેશન પાર પાડીને ભોગ બનનારને છોડાવી આરોપીને પકડી લેવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપીઓએ એડવોકેટ શિવરાજસિંહ રાઠોર મારફત જામીન મુક્ત થવા માટે અ૨જી કરી હતી.