જામનગરની યુવતિને TV સીરીયલમાં કામ , એન્જીન્યરીંગ કોલેજમાં એડમીશન અપાવવાની લાલચ આપી યુવતી સાથે ખોટા લગ્ન સર્ટી બનાવનાર આરોપીને નિદોર્ષ ઠરાવી છોડી મુકતી નામદાર અદાલત
-
શોશ્યલ મીડીયામાં ફોટા ત્થા સર્ટીફીકેટ વાયરલ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ યુવતીને ધમકીઓ આપવાનો ચકચારી કેસ
-
આરોપી પ્રકાશ ગોસ્વામીના એડવોકેટ રાજેશ ગોસાઈની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી નિદોર્ષ મુક્ત કરતી નામદાર કોર્ટ
દેશ દેવી ન્યૂઝ તા. ૧૫ ફેબ્રુઆરી ૨૫ આ કેશની હકિક્ત એવી છે કે, જામનગરમાં રહેતી દિપાલીબેન કમલેભાઈ સોઢાની ઓળખાણ પ્રકાશ ગોસ્વામી સાથે થયેલ અને દીપાલી બહેને ૧૨ સાયન્સ પાસ કરેલ હોય અને તેમને એન્જીન્યરીંગમાં એડમીશન લેવાની વાત પ્રકાશ ગોસ્વામીને કરતા તેમને કહેલ કે , અલગ અલગ ઈજનેર કોલેજમાં તેમની સારી ઓળખાણ છે અને અમદાવાદમાં એડમીશન થઈ જશે તેમ કહી અને યુવતીને પોતાની સાથે અમદાવાદ લઈ ગયેલ અને ત્યારબાદ આરોપીએ ફરીયાદીને કહેલ કે, તું મોડલીંગ કર તો તને ટી.વી.સીરીયલમાં કામ અપાવી દઈશ તેમ કહી મોડલીંગના ફોટોસ પાડી અને પોર્ટફોલીયો બનાવ્યો હતો
પોલીસે આ ફરીયાદમાં આરોપી પ્રકાશ ઉર્ફે પીન્ટુ મનોહરગીરી ગૌસ્વામી રે. રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ અને આ ફરીયાદમાં તપાસ કરી અને ચાર્જશીટ કરેલ આ કેશ ચાલી જતાં આરોપી તરફે ફરીયાદીની ઉલટ તપાસ કરવામાં આવેલ અને દલીલો કરવામાં આવેલ કે, ફરીયાદી સ્વખુશીથી આરોપી સાથે અલગ અલગ જગ્યાએ ગઈ હતી અને સાથે ફરી હતી ફરીયાદીને ટી.વી.સીરીયલમાં કામ ન મળતા ઉશ્કેરાઈ જઈ અને આરોપી સામે ખોટી ફરીયાદ કરેલ છે, જ્યારે સરકાર પક્ષે દલીલો કરાયેલ કે, આરોપીએ બ્લેકમેઈલ કરી અને ફરીયાદી સાથે વિશ્વાસધાત અને છેતરપીંડી કરેલ છે અને ગાળો બોલી ધમકાવેલ હોય, જેથી સજા કરવી જોઈએ
આ તમામ રજુઆતો બાદ આરોપી પક્ષે વિદ્વાન ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ ની ધારદાર દલીલો માન્ય રાખી અને આરોપી પ્રકાશગીરી ઉર્ફે પીન્ટુ મનહરગીરી ગૌસ્વામીને નામ.અદાલતે નિદોર્ષ મુક્ત કરવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આર .નાખવા , નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.