જામનગર મહાનગર પાલિકાની ફાયર શાખાના કર્મચારી નો ૧૬ વર્ષની વયનો સગીર પુત્ર લાપતા થઈ જતાં અપહરણની ફરિયાદ
દેશ દેવી ન્યૂઝજામનગર તા ૧૧ જૂન ૨૪, જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખામાં ફરજ બજાવતા એક કર્મચારીનો ૧૬ વર્ષનો પુત્ર પોતાના ઘેરથી બાઈક પર નીકળ્યા પછી એકાએક લાપતા બની ગયો છે, જેથી સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં અપહરણ અંગેનો ગુનો દાખલ કરાયો છે. જામનગરમાં હર્ષદ મિલની ચાલીમાં રહેતા અને ફાયર બ્રિગેડ વિભાગમાં નોકરી કરતા કિશનભાઇ મૂળજીભાઈ વાઘેલા કે જેઓએ પોતાનો ૧૬ વર્ષનો સગીર પુત્ર પરમદીને પોતાના ઘેરથી બાઈક લઈને નીકળ્યા પછી એકાએક લાપત્તા બની ગયો હોવાની પોલીસમાં જાહેરાત કરાઈ છે.
જે ના અનુસંધાને સિટી એ -ડિવિઝનના પી.એસ.આઇ.ટી.ડી. બુડાસણા એ અપહરણ અંગે ગુન્હો નોંધ્યો છે, અને તેની શોધખોળ શરૂ કરી છે. જેનો મોબાઇલ ફોન પોતે ઘરે રાખીને નીકળ્યો હોવાનું જાહેર થયું છે.