Home Gujarat Jamnagar જામનગર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂા.829.03 લાખના 369 કામો સર્વાનુમતે મંજુર.

જામનગર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂા.829.03 લાખના 369 કામો સર્વાનુમતે મંજુર.

0

જામનગર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂા.829.03 લાખના 369 કામો સર્વાનુમતે મંજુર

જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી તેમજ ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

જામનગર : જિલ્લા આયોજન મંડળ જામનગર દ્વારા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટરશ્રી સૌરભ પારધી તેમજ સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવેલ હતી.

આ બેઠકમાં મંત્રી સૌરભભાઇ પટેલ અને કલેકટર ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા તેમજ કલેકટર કચેરીના સભાખંડ ખાતેથી મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા તથા ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા અને અન્ય અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતોથી તાલુકા અધિકારીઓ વર્ચ્યુઅલ જોડાયા હતા.

આ બેઠકમાં જામનગર મંત્રી જિલ્લામાં તેમજ તાલુકાઓમાં,ગ્રામ વિસ્તારોમાં થયેલા કામકાજો, બાકી રહેલ કામકાજોવગેરેની વિગતવાર માહિતી મેળવી કામોની સમિક્ષા કરવામાં આવેલ અને લોકવિકાસના પ્રાથમિક આવશ્યકતાના કામોને અગત્યતા આપવા માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

પ્રભારી મંત્રી તરીકે સૌરભભાઇ પટેલ દ્વારા લેવામાં આવેલ જિલ્લા આયોજન મંડળની આ બેઠકમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ યોજનાઓ પૈકી 15% વિવેકાધીન જોગવાઇ હેઠળ રૂ.728.03 લાખના 321કામો,અનુ.જાતિ જોગવાઇનાંરૂ. 81 લાખના 49 કામો તથા 5% પ્રોત્સાહક જોગવાઇ હેઠળ રૂ.20 લાખના 8 કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આમ,કુલ રૂ.829.03 લાખનાં કુલ 369 કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેન્દ્ર રાયજાદા, આયોજન અધિકારી તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version