Home Gujarat Jamnagar જામનગર ધ્રોલમાં હોમગાર્ડ જવાનના પત્નીએ લાલચમાં ૬ લાખ ગુમાવ્યા

જામનગર ધ્રોલમાં હોમગાર્ડ જવાનના પત્નીએ લાલચમાં ૬ લાખ ગુમાવ્યા

0

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે.. ધ્રોલના હોમગાર્ડના જવાન ની પત્નીએ વધુ વળતરની લાલચમાં રૂપિયા ૬ લાખ ગુમાવ્યા

  • સુરતના ત્રણ ચીટર શખ્સોએ રૂપિયા ૬ લાખના રોકાણ બાદ પાંચ વર્ષે પાંચ કરોડની લાલચ આપી ચૂનો લગાવ્યાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ મે ૨૪, જામનગર જિલ્લાના ધ્રોલમાં ફરજ બજાવતા હોમગાર્ડ ના એક જવાનના પત્નીએ વધુ વળતરની લાલચમાં રૂપિયા છ લાખ ગુમાવ્યા છે. સુરતના ત્રણ ઠગબાજ શખ્સોએ વધુ વળતરની લાલચ આપી છ લાખના પાંચ વર્ષે પાંચ કરોડ થવાનું પ્રલોભન આપીને મહિલા પાસેથી રૂપિયા ૬ લાખ પડાવી લઈ હાથ ખંખેરી લીધાનું ધ્રોળ પોલીસ ફરિયાદમાં જાહેર થતાં ભારે ચકચાર જાગી છે. ધ્રોલ પોલીસે તપાસનો દોર સુરત સુધી લંબાવ્યો છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોળમાં રહેતા અને હોમગાર્ડમાં ફરજ બજાવતા લવકુમાર વૈષ્ણવ, કે જેઓ હોમગાર્ડમાં ફરજ બજાવે છે. જેના પત્ની હેતલબેન લવકુમાર કે જેઓ પોતાના જ દૂર ના કુટુંબી સુરતના વતની ઉપેન્દ્રભાઈ ધીરજભાઈ નિરંજનીના સંપર્કમાં આવ્યા હતા. જેણે પોતાને એક ખાનગી કંપની સાથે જોડીને ખાનગી કંપનીમાં રૂપિયાનું રોકાણ કરાવીનર ૬ લાખ રૂપિયાના રોકાણ બાદ પાંચ મહિનામાં ૫ કરોડ આપવાનું પ્રલોભન આપ્યું હતું.

તેમજ દર મહિને પણ આજીવન ૯૫.૦૦૦ જેટલી રકમ મળતી રહે તેવી લાલચ આપી હતી, અને પોતાની કંપનીમાં હેતલબેન ને જોડ્યા હતા. જેથી હેતલબેન ઉપેન્દ્રભાઈ નિરાજની ની સાથે ભરોસો કરીને તેના અન્ય કંપનીના સાથીદારો રાકેશ કુમાર ચુનીલાલ પટેલ અને નિશાંત પ્રજાપતિ સાથે ઝૂમ એપ્લિકેશન મારફતે સંપર્ક કર્યો હતો જેણે પોતાના પતિના મોબાઈલ ફોન મારફતે ગૂગલ પે કરીને રૂપિયા ૬ લાખ ની રકમ રોકાણના બહાને ટ્રાન્સફર કરી આપી હતી.

છ મહિના સુધીમાં રૂપિયા ૬ લાખ ના ૫ કરોડ થઈ જશે તેવી લાલચ આપી હતી પરંતુ હેતલબેનને શંકા જવાથી તેઓએ પોતાના રોકાણના પૈસા પરત માંગતાં ત્રણેય શખ્સસોએ રકમ પરત કરવામાં અખડા કર્યા હતા.પરંતુ અન્ય સભ્યો બનાવીને અમારી કંપનીમાં પૈસા નું રોકાણ કરાવશો તો જ તમને તમારી રકમ પરત મળશે, તેમ સંભળાવી દીધા પછી છ લાખ રૂપિયા પરત કરવામાં હાથ ઊંચા કરી લીધા હતા.

જેથી આખરે મામલો પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો હતો, અને હેતલબેને સુરતના ઉપેન્દ્ર નિરંજની, જેની સાથે રાકેશ ચુનીલાલ પટેલ, અને નિશાંત પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોળ પોલીસે આઇપીસી કલમ ૪૦૬,૪૨૦, અને ૧૧૪ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તપાસનો દોર સુરત સુધી લંબાવ્યો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version