જિલ્લા કલેકટર બી.એ.શાહ તથા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે જામજોધપુર તથા લાલપુર તાલુકાના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી
- અધિકારીઓએ પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનો તેમજ વિવિધ પદ્ધતિઓની ઝીણવટભરી માહિતી મેળવી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે જરૂરી પ્રયાસો હાથ ધરવા અનુરોધ કર્યો
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૩ ઓક્ટોબર ૨૩ આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી શાખા દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તેવો ખેડૂતોને અનુરોધ કરવામાં આવી રહ્યો છે.