Home Gujarat Jamnagar રાજય સરકારની ઉજવણીના તાયફાના વિરોધમાં જામનગર શહેર -જિલ્લા કોંગ્રેસનો વિરોધ યથાવત્

રાજય સરકારની ઉજવણીના તાયફાના વિરોધમાં જામનગર શહેર -જિલ્લા કોંગ્રેસનો વિરોધ યથાવત્

0

રાજય સરકારની ઉજવણીના તાયફાના વિરોધમાં જામનગર શહેર -જિલ્લા કોંગ્રેસનો વિરોધ યથાવત્

સતત બીજા દિવસે સ્વાસ્થ્ય ક્ષેત્રે ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ સાથે કોંગી કાર્યકરો રસ્તા પર ઉતર્યા

શિક્ષણના ખાનગીકરણના મુદે અને ફી ઘટાડાના મુદ્દે સરકાર પ્રજાને લોલીપોપ આપતી હોવાના આક્ષેપ

જામનગર: ગુજરાત રાજ્યમાં રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાની આજે જામનગર ધનવન્તરી મંદિરના હોલમાં ઉજવણી કરવામાં આવી રહી હતી તે દરમિયાન તેનાથી થોડે દૂર ડીકેવી સર્કલ પાસે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને શિક્ષણ જગતના ખાનીકરણના મુદ્દે અને ફીના મામલે પ્રજાને સરકાર લોલીપોપ આપતી હોવાનું જણાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે બીજા દિવસે લાલ બંગલા સર્કલમાં દેખાવો કરાયા હતાં.

જામનગર ધન્વન્તરી ઓડીટોરીયમમાં આજે રાજ્ય સરકાર દ્વારા સુશાનના પાંચ વર્ષની ઉજવણીના ભાગ રૂપે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

તેનાથી થોડો દૂર ડીકેવી સર્કલ પાસે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂરા થલાની ઉજવણીના તાયફા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ તેમજ શહેર જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ વગેરેની હાજરી આજે ડીકેવી સર્કલમાં લિવેકાનંદજીની પ્રતિમા નજીક કોંગી કાર્યકરો હાથમાં બેનરો પોસ્ટરો લઈને બેસી ગયા હતાં. અને રાજ્ય સરકારની ઉજવણીનો વિરોધ દર્શાવ્યો હતો.

ઉપરાંત શિક્ષણના ખાનગીકરણના મુદે અને ફી ઘટાડાના મુદ્દે સરકાર પ્રજાને લોલીપોપ આપી રહી છે. તેમ જણાવી હાથમાં લોલીપોપ સાથે કાર્યકરોએ બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સમયે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

જામનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા સતત બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને આરોગ્યક્ષેત્રે ગુજરાતની ભાજપ સરકાર નિષ્ફળ રહી છે, જે બાબતના બેનરો પોસ્ટરો લગાવી દાંડિયા હનુમાન મંદિર પાસે ધરણાં યોજાયા હતા.તેમજ રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પત્રિકા વિતરણ કરી ભાજપ સરકાર દ્વારા ચાલી રહેલી ઉજવણી નો વિરોધ દર્શાવ્યો હતો.

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ વગેરે આજે સવારે દાંડિયા હનુમાન મંદિર પાસે બેનરો પોસ્ટરો સાથે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત “તાળી થાળી, પ્રગટાવો દીવા રૂપાણી સરકાર પાસે નથી કોઈ દવા”ઉપરાંત “નથી ઓક્સીજન, નથી બેડ રૂપાણીના કુશાસનની છે લહેર” તેમજ “માસ્કના દંડની કમાણી, વાપરી કરવા ઉજાણી, શરમ કરો રૂપાણી” જેવા જુદા જુદા પોસ્ટરો લગાવ્યા હતા, અને નગરજનોમાં પત્રિકાનું વિતરણ કરી વિરોધ દર્શાવ્યો હતો.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version