Home Gujarat Jamnagar જામનગર શહેર ભાજપ દ્વારા વિધાનસભા ચુંટણીની તૈયારીઓ શરૂ

જામનગર શહેર ભાજપ દ્વારા વિધાનસભા ચુંટણીની તૈયારીઓ શરૂ

0

જામનગર શહેર ભાજપ દ્વારા વિધાનસભા ચુંટણીની તૈયારીઓ શરૂ

78-79 વિધાસભા મત વિસ્તારના પ્રભારીઓના ધામા શહેર ભાજપના આગેવાનો-કાર્યકરો સાથે યોજી પરિચય બેઠકદેશ દેવી ન્યુઝ જામનગર 04. જામનગરની 78-79 વિધાનસભા ની તૈયારીઓ શરૂ થઈ છે તેવામાં પ્રદેશ ભાજપ દ્વારા જામનગરના 79- વિધાનસભા વિસ્તારની જવાબદારી રાજયમંત્રી અને રાજકોટના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીને જ્યારે 78-વિધાનસભા વિસ્તારની જવાબદારી પક્ષના પ્રદેશ ઉપાધ્યક્ષ અને વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીને સોંપાઈજામનગર: ગુજરાત રાજ્યમાં આગામી મહિનાઓમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં પક્ષના કાર્યકરોને સજ્જ કરવાના હેતુસર રાજ્ય સરકારના મંત્રીશ્રી તથા પક્ષના પ્રાદેશિક હોદેદારોની ઉપસ્થિતિમાં જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીની એક પરિચય બેઠક શુકવારે શહેરના ભાજપ કાર્યાલયમાં યોજાઈ હતી.ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂન મહિનાના પ્રથમ પખવાડિયામાં સમગ્ર રાજ્યમાં પ્રત્યેક મહાનગર – જિલ્લામાં કેન્દ્ર અથવા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં વિવિધ સરકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર સાથે લોક્સંપર્કનો કાર્યક્રમ અમલમાં મૂકાયો છે. તે અન્વયે જામનગર શહેરના 79- વિધાનસભા વિસ્તારની જવાબદારી ગુજરાતના માનનીય મંત્રીશ્રી અને રાજકોટના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રૈયાણીને જ્યારે 78 – વિધાનસભા વિસ્તારની જવાબદારી પક્ષના પ્રદેશ ઉપાધ્યક્ષ અને વઢવાણના પૂર્વ ધારાસભ્ય શ્રી વર્ષાબેન દોશીને સોંપાઈ છે.

જામનગરમાં ભાજપ શહેર સંગઠન, ચૂંટાયેલા જનસેવકો, વિવિધ મોરચાના આગેવાનો, વોર્ડ પ્રમુખો – મહામંત્રીઓ – પ્રમારીઓ અને સેંકડો કાર્યકરોને સંબોધતા મંત્રીશ્રી અરવિંદભાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે દેશ સર્વાંગી પ્રગતિ કરું રહ્યો છે, ત્યારે પભના અદના કાર્યકર તરીકે આપણા સૌની પણ પૂર્ણ જવાબદારી બને છે કે, કેન્દ્ર તથા રાજ્ય સરકારની થોકબંધ યોજનાઓની માહિતી પક્ષના લક્ષ્યાંક મુજબ સમાજના અંત્યોદય સુધી પહોંચાડીએ.

પક્ષના અગ્રણીઓ અને પાયાના કાર્યકરોએ વર્ષોના પરિશ્રમ પછી ભાજપે હાંસલ કરેલી સિદ્ધિઓનો વારસો નવી પેઢીને પણ આપી શકાય તે મુજબ સૌએ સહિયારા પ્રયાસો કરવા પડશે.

વર્ષાબેન દોશીએ પણ આ તકે ઉપસ્થિત સર્વે કાર્યકરોને શીખ આપતા જણાવ્યું હતું કે,ચૂંટણીમાં જીત એ ભારતીય જનતા પાર્ટીનો એકમાત્ર લક્ષ્ય નથી, સંગઠન, સતત જાગૃતિ તેમજ પક્ષ દ્વારા અપાતા કાર્યક્રમોના અમલીકરણ થકી લોકોના પ્રેમ અને આશીર્વાદ પણ મેળવવાના છે.પક્ષ પ્રદેશ દ્વારા આગામી બે સપ્તાહમાં લોકોની વચ્ચે જઈ નવા મતદારો સાથે મિલન, વૃક્ષારોપણ, ખાટલા બેઠકો, યુવા સંમેલન, કિશાન સંમેલન, મહિલા સંમેલન, લાભાર્થીઓ સાથે સંપર્ક, કૃષોધિત બાળકોનું હેલ્થ ચેકઅપ, પ્રબુઘ્ધ નાગરિક સંમેલન, રેલી, જાહેરસભા જેવા કાર્યક્રમો યોજી લોકસંપર્ક કરવામાં આવશે.
આ પરિચય બેઠકમાં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરમ, મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, મેયર  બીનાબેન કોઠારી, ડે. મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, વિવિધ મોરચાના પ્રમુખો – મહામંત્રીઓ, પ્રભારીઓ, નગરસેવકો – નગરસેવિકાઓ, વોર્ડ પ્રમુખો – મહામંત્રીઓ વગેરે જોડાયા હતા. તેમ ભાર્ગવ ઠાકર, મીડિયા વિભાગ, જામનગરની યાદીમાં જણાવાયું છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version