પરણિતા પક્ષના તમામ પંચો હોસ્ટાઈલ જાહેર થયેલ હતા , વિરોધાભાષ જુબાનીને ધ્યાને લઈ બચાવ પક્ષના વિદ્વન વકીલ અશોક જોષીની દલીલો ગ્રાહ્મ રાખી તમામને નિદોષ છોડી મુકાયા
દેશ દેવી ન્યૂઝ તા . ૨ જાન્યુંઆરી ૨૪ જામનગરના ચપચારી કેસની વિગત એવી છે કે ગુજરનાર ના લગ્ન દીગ્વીજય પ્લોટમાં રહેતા ભરત હરીચંદ સેવાણીના પુત્ર વિજય ભરતભાઈ સેવાણી સાથે થયેલા અને છ માસ સુધી સારીરીતે રાખેલ અને ત્યારબાદ અવાર નવાર સારીરીક માનસીક દુખ ત્રાસ આપી મારકુટ કરી અને વધુ કરીયાવરની માંગણી દહેજ બાબતે મેણાટોણા મારી ધરકામ બબાબત દુખ ત્રાસ આપી અને અવાર નવાર માવતરે જતી રહે તેમ કહી દુખ ત્રાસ આપી મરી જવા મજબુર કરતા ગુજરનાર તા. ૧૮/૦૭/૨૦૧૩ ના રોજ ગળાફાંસો ખાઈ અને આત્મહત્યા કરી હતીજે અંગે ગુજરનાર ના પિતા દ્વારા ભરત હરીચંદ સેવાણી તથા ગુજરનાર ના પતી વિજય ભરતભાઈ સેવાણી તથા જેઠ કીશોર હરીચંદ સેવાણી તથા સાસું સુનીતાબેન સેવાણી સામે ફરીયાદ આપતા જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી કલમ ૩૦૬ વીગરે મુજબની ફરીયાદ નોંધવામાં આવી હતીઆ કામના આરોપીઓની ધરપકડ કરી અને તપાસ ના અંતે આરોપીઓ સામે નામાદાર કોર્ટમાં ચાર્જસીટ રજુ કરવામાં આવેલ સદર કેસ કમિટ થતા ફરીયાદ પક્ષ તરફ થી ૨૦ મૌખીક પુરાવાઓ તથા ૨૫ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ અને આરોપીઓ સામે નો કેશ પુરવાર થાય છે તેવુ માની મહતમ સજા કરવા અરજ કરી હતી સામે પક્ષે આરોપી તરફે વકીલ અશોક એચ. જોશી દ્વારા એવી રજુઆતો કરવામાં આવેલ કે, ફરીયાદ પક્ષના તમામ પંચો હોસ્ટાઈલ જાહેર થયેલ છે.જુબાનીઓ માં મહત્વના વિરોધાભાષો છે વગેરે લંબાણ પૂર્વકની દલીલો કરવામાં આવેલબંને પક્ષો ની દલીલો અને દસ્તાવેજી તેમજ મૌખીક પુરાવાઓ ધ્યાને લઈ અને આરોપીઓ સામે રજુ થયેલ સમગ્ર પુરાવો ધ્યાને લેતા , મરણ જનારને આરોપીઓ મારકુટ, શારીરીક માનસીક દુખત્રાસ આપતા તને કાંઈ ધરકામ આવડતું નથી, તું તેઓને ગમતી નથી કરીયાવરમાં તું કઈ લાવેલ નથી વધુ દહેજની માંગણી કરતા હોય તથા તેણીને દુખ ત્રાસ આપતા હોય જેના કારણે ગુજરનારે કંટાળી જઈ આપધાત કરેલ હવાનું ફરીયાદ પક્ષ તરફ થી રજુ કરેલ હતુંપુરાવાઓ ઉપરથી આરોપીઓ સામેનો કેસ કડીબધ્ધ અને નીશંક પણ પુરવાર કરેલ નથી” તેવુ તારણ આણી આરોપીઓ ને પુરાવાના અભાવે છોડી આરોપી ભરત હરીચંદ સેવાણી, કીશોર ભરતભાઈ સેવાણી વીજય ભરતભાઈ સેવાણી તથા સુનીતાબેન સેવાણી ને આઈ.પી.સી કલમ ૩૦૬ ,૩૦૪ બી, ૪૯૮(એ), ૫૦૬ (૨) તથા ૧૧૪ અને દહેજ પ્રતિબંધક ધારાની કલમ ૩ ,૪ મુજબના ગુનાના કામે નામદાર એડી.સેસન્સ જજ વી.પી.અગ્રવાલ દ્વારા છોડી મુકવા હુકમ કરવામાં આવ્યો હતો આરોપીઓ તરફે સીનીયર વકીલ અશોક એચ.જોશી રોકાયેલા હતા.