જામનગરમાં પ્રથમ વખત ખાનગી સિઝન બોલની ટર્ફ વિકેટ બની
- શહેરના સીમાડે પંચાયત નગરમાં 30 લાખના ખર્ચે નિર્માણ થયું
- સિઝન બોલની પ્રેકટીસ અને મેચ રમવા માટે ફકત ક્રિકેટ બંગલો અને પોલીસ હેડકવાર્ટર હતું હવે નવું નજરાણું: દેવેન્દ્રસિંહ પરમાર
દેશ દેવી ન્યુઝ જામનગર ૩૧ મે ૨૩: ક્રિકેટ માટેનું મક્કા ગણાતું જામનગર શહેરમાં એકમાત્ર ક્રિકેટ બંગલા અને પોલીસ હેડકવાર્ટરમાં સિઝન બોલ સાથે રમવાની ટર્ફ વિકેટ હતી, પરંતુ હવે બાયપાસ પાસે આવેલી કર્મચારી નગરમાં ટર્ફ વિકેટ ક્રિકેટના લોકો માટે બનાવવામાં આવી છે. જેઓ તેનો કયારેય પણ ઉપયોગ કરી શકે, આ વિક્રેટ અને મેદાન બનાવવામાં આવ્યું છે એવી રીતે કે, તેનો ઉપયોગ રાત્રીના સમયમાં પણ થઇ શકે.
જે લોકોએ ખાનગી પ્રેકટીસ કરવી હોય તેમના માટે કોઇ અવકાશ ન હતો. પરંતુ હવે જિલ્લા પંચાયત નગરમાં આ વિક્રેટ બનતા ક્રિકેટ રમતા ઉગતા ક્રિકેટરો માટે એક વિકલ્પ બની રહેશે. આ વિક્રેટ બનાવવા માટે કર્મચારી નગરના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર, સેક્રેટરી એન.યુ. સોરઠીયા અને વાઇસ ચેરમેન બી.બી. પરમાર તથા કારોબારી સભ્યો વગેરેએ જહેમત ઉઠાવી હતી.