Home Gujarat Jamnagar જામનગર : સડકછાપ રોમીયોના પ્રેમમાં આંધળી યુવતિઓ માટે લાલબતી સમાન કિસ્સો

જામનગર : સડકછાપ રોમીયોના પ્રેમમાં આંધળી યુવતિઓ માટે લાલબતી સમાન કિસ્સો

0

યુવતીના ફોટા વિડિયો વાયરલ કરવાની ધમકી આપનાર યુવકને જામનગર 181 અભયમની ટીમે કાયદાનું ભાન કરાવ્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૫ સપ્ટેમ્બર ૨૪, 181 અભયમ મહિલા હેલ્પ લાઈન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જેની મદદથી જામનગરની વધુ એક પીડિતાને મદદ મળી છે.

જમનગરની એક યુવતી દ્વારા 181માં ફોન કરી જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા તેણી એક યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલ હતી. બાદમાં પીડિતાએ સંબંધ ટૂંકાવી નાખતા યુવકે સબંધ રાખવાનું કહેતાં તેણીએ ના કહેતા યુવકે ધમકી આપતા કહ્યું હતુ કે તારા પરિવારને તથા સોશિયલ મીડિયા પર ફોટા વિડિયો વાયરલ કરીશ. અને બ્લેકમેઇલ કરી ડી. કે. વી. સર્કલ પાસે મળવા બોલાવી હતી.

પરંતુ યુવતીએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ માગી હોવાથી જામનગર અભયમની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવીયા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા ઘટના સ્થળ પર પહોંચી યુવતીને આશ્વાસન આપી કુશળ કાઉન્સેલિંગ કરેલ ત્યારે તેણીએ જણાવેલ કે તેમને હવે યુવક સાથે કોઈ સંબંધ રાખવા નથી છતાં યુવક જબરદસ્તી સંબંધ રાખવા દબાણ કરે છે. અને પીડિતા દ્વારાના પાડતા ફોટા વિડિયો ફ્રેન્ડ તેમજ ફેમિલીને અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપે છે.

યુવતી જ્યારે યુવકને મળવા ગયેલ ત્યારે 181 અભયમ ટીમ દ્વારા યોગ્ય નિર્ણય લઇ રેસ્ક્યુ વાન દૂર ઊભી રાખી ટીમ અલગ અલગ સ્થળ પર ગોઠવાઈ ગયેલ અને યુવક સ્થળ પર પહોંચતા જ તેને પકડી પડ્યો હતો. અને કડક શબ્દોમાં કાયદાકીય સમજણ આપી તેના ફોન માંથી ફોટો વિડિયો ડીલીટ કરાવેલ અને ભવિષ્યમાં ક્યારેય યુવતીને હેરાન ન કરવા સૂચન કરેલ. બાદમાં યુવકે પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં યુવતીને હેરાન નહીં તેવી ખાતરી આપેલ અને નંબર ડિલીટ કરી પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હતી. પીડિતા આગળ કોઈ કાર્યવાહી કરવા ઈચ્છતા ન હોવાથી સમસ્યાનું સ્થળ પરજ નિરાકરણ આવ્યું હતું.અભયમની ટીમ દ્વારા કરવામાં આવેલ ત્વરિત અસરકારક કામગીરીને બિરદાવી યુવતીએ સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version