Home Gujarat Jamnagar જામનગર 14O4 આવાસના મકાનો ખાલી કરાવતા કરુણ દ્રશ્યો સર્જાયા

જામનગર 14O4 આવાસના મકાનો ખાલી કરાવતા કરુણ દ્રશ્યો સર્જાયા

0

જામનગરમાં ૧૪૦૪ આવાસ યોજનાના જર્જરિત મકાનો પૈકીના ૨ બ્લોક ના ૨૪ ફ્લેટ આજે તંત્ર દ્વારા ખાલી કરાવાયા

  • આવાસ ના મકાનો ખાલી કરાવવા માટે ગયેલી જેએમસી ની ટીમ ગઈકાલે પરત ફર્યા પછી ૧ દિવસ ની મુદ્દત બાદ આજે બે બ્લોક ખાલી કરાવ્યા

  • સામાન ફેરવતી વખતે એક મહિલા બે શુદ્ધ બની : ભારે પોલીસ વચ્ચે જામ્યુકોના તંત્રની કાર્યવાહી : ડિમોલેશન હાથ ધરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ જૂન ૨૪, જામનગરના ૧૪૦૪ આવાસ યોજનાના મકાનો અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં હોવાથી મહાનગરપાલિકા દ્વારા ગત વરસે જૂન-ર૦ર૩માં મકાનના રહેવાસીઓને આવાસ ખાલી કરી આપવા નોટીસ આપી હતી. તેમ છતાં આસામીઓએ મકાન ખાલી કર્યા ન હતા.જેથી આજે સવારે જેએમસીની એસ્ટેટ શાખા તેમજ અન્ય શાખા દ્વારા જગ્યા કરાવવા માટે તેમજ જર્જરિત મકાનોના ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, અને બ્લોક નંબર ૭૨ અને & ૩ નંબરના બે બિલ્ડિંગ, કે જેમાં ૧૨-૧૨ ફ્લેટ આવેલા છે, તે પૈકીના ૨૪ ફલેટ આજે સૌ પ્રથમ ખાલી કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમની સાથે ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, અને કેટલાક સ્થાનિક નાગરિકો, કે જેઓ વિરોધ કરી રહ્યા હતા, તેઓને ભારે સમજાવટ પછી આજે સૌ પ્રથમ બે બ્લોક ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બે બ્લોક ખાલી કરાવાયા તેમાં હાલ ૮ જેટલા રહેવાસીઓ વસવાટ કરતા હતા, તેઓના માલ સામાન ખાલી કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જે પ્રક્રિયા દરમિયાન એક મહિલા બેશુદ્ધ બની હતી. તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવા માટેની કાર્યવાહી કરી હતી. જોકે તેણી હાલ સ્વસ્થ છે. માત્ર તડકો અને ગરમીની અસર થઈ હોવાનું જણાવ્યું હતું.ત્યારબાદ દ્વારા અન્ય ફલેટ ખાલી કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલમાં સૌપ્રથમ બે અતિ જર્જરીત બ્લોક ખાલી કરાવાયા છે, અને આવતીકાલથી અતિ જર્જરીત હોય તેવા બ્લોક નું ડીમોલેશન શરૂ કરી દેવાશે. ઉપરાંત ધીમે ધીમે અન્ય બ્લોકમાં રહેવાસીઓ વસવાટ કરતા હશે, તેઓને પણ ક્રમશઃ ખાલી કરીને એવા જર્જરીત આવાસોમાંથી લોકોને દૂર કરવા માટેની તંત્રની કવાયત ચાલી રહી છે.આ આવાસના રહેવાસીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા, અને ડિમોલીશનનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો જેથી જામનગર મહાનગરપાલિકાની તમામ ટીમને પરત ફરવું પડ્યું હતું, અને આજે તમામ કામગીરી રોકી દેવામાં આવી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version