Home Gujarat Jamnagar જામનગરના જલારામ સેવા ટ્રસ્ટ- હાપા દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે ગાયમાતા માટે “ગૌચારા અન્નકોટ”...

જામનગરના જલારામ સેવા ટ્રસ્ટ- હાપા દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે ગાયમાતા માટે “ગૌચારા અન્નકોટ” યોજાયો

0

જામનગરના જલારામ સેવા ટ્રસ્ટ- હાપા દ્વારા ગઇકાલે મકરસંક્રાંતિ નિમિત્તે ગાયમાતા માટે “ગૌચારા અન્નકોટ” યોજાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૫ જાન્યુઆરી ૨૪, જામનગરમાં જલારામ બાપા નો વિશ્વ વિક્રમી રોટલો બનાવનાર સંસ્થા જલારામ સેવા ટ્રસ્ટ- હાપા, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ, અને મંગળા વિઠ્ઠલેશ ગૌશાળા- જલારામ મંદિર હાપાના સંયુક્ત ઉપક્રમે ગઈકાલે ૧૪ જાન્યુઆરીને મકરસંક્રાંતિના દિવસે ગૌચારા અન્નકૂટ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાય માતાને ૪૨ જેટલી સામગ્રીનો અન્નકોટ ધરવામાં આવ્યો હતો, તેમજ ગાય માતાની આરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી બુધવારને ૧૭ જાન્યુઆરીના દિવસે માતૃશ્રી વીરબાઇમાં જલિયાણ અન્નકોટ દ્વારા ૧૧૧ પ્રકારના “રોટલા અન્નકોટ”નું આયોજન કરવામાં આવ્યું છે.સનાતન ધર્મમાં દાન અને અન્નના મહત્વને ધ્યાનમાં રાખીને તેમજ ૩૬ કોટી દેવી-દેવતા ના વાસ ધરાવનારા ગૌમાતાના લાભાર્થે મકરસંક્રાંતિના પવિત્ર દિવસે સતત ચોથા વર્ષે ગૌચારા અન્નકોટ નુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૪૨ જેટલી ખાદ્ય સામગ્રીનો અન્નકોટ ધરવામાં આવ્યો હતો, અને ગૌ ભક્તો માટે દર્શનાર્થે મુકાયો હતો, ત્યારબાદ તમામ વસ્તુઓ ગાયને ખવડાવ્યા પછી ગૌ માતાની આરતી પણ કરવામાં આવી હતી, જેમાં શહેરના અનેક ગૌભક્તો જોડાયા હતા.સાથો સાથ શ્રીનાથજી ની આઠ શમાની ઝાંખી ના દર્શન પણ યોજાયા હતા. સવારે ૯.૦૦ વાગ્યાથી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી અને સાંજે ૫.૦૦ વાગ્યાથી સાંજે ૭.૦૦ વાગ્યા સુધી દર્શન નો લાભ લેવા હરિભક્તો જોડાયા હતા. સમગ્ર મહોત્સવ ની ઉજવણી જલારામ સેવા ટ્રસ્ટ વતી સર્વશ્રી રમેશભાઈ દતાણી, નવનીતભાઈ સોમૈયા, કિરીટભાઈ દતાણી, ભરતભાઈ મોદી, સુરેશભાઈ રૂપારેલ, રાજુભાઈ ચંદારાણા, અતુલભાઇ કાતર, રાજુભાઈ પતાણી, જયેશભાઈ ધામેચા, દિલીપભાઈ મજીઠીયા, પ્રમોદભાઈ રાજાણી, પ્રફુલભાઈ વારા, અતુલભાઈ પુજારા, શૈલેષભાઈ મલકાન, કમલેશભાઈ વસાણી, અને શૈલેષભાઈ કારીયા દ્વારા કરવામાં આવી હતી.આ ઉપરાંત ગૌચારા અન્નકોટ સમિતિમાં રાજુભાઈ હિંડોચા, સુનિલભાઈ તન્ના, મુકેશભાઈ લાખાણી, હિનેશભાઈ દોઢીયા, ચંદ્રવદનભાઈ ત્રિવેદી, લલિતભાઈ જોશી, હસમુખભાઈ પટેલ, જયેશભાઈ ચંદારાણા, ભાવિનભાઈ સચદેવ, જયેશભાઇ પાબારી અને અશોકભાઈ ભદ્રા જોડાયા હતા.આ ઉપરાંત વિક્રમ સવંત ૧૮૨૦ અને તારીખ ૧૭ જાન્યુઆરીના રોજ માતુશ્રી વીરબાઈ માં તેમજ પૂજ્ય જલારામ બાપા દ્વારા શરૂ કરવામાં આવેલા અન્નક્ષેત્રની ઉજવણીના ભાગરૂપે જલારામ સેવા ટ્રસ્ટ- હાપા દ્વારા સતત ૧૨મી વખત ૧૧૧ પ્રકારના રોટલાના અન્નકોટ નું આયોજન કરવામાં આવ્યું છે.જે રોટલા અન્નકોટ સમિતિમાં એડવોકેટ ભાવિનભાઈ ભોજાણી, જગદીશભાઈ સોમૈયા, નરોત્તમભાઈ થોભાણી, ધીરેનભાઈ દતાણી, ઉદિતભાઈ સોમૈયા, ભાવેશભાઈ તન્ના, ઉદીતભાઈ પંચમતીયા, વિરલભાઈ બગલ, ભાવેશભાઈ દતાણી, ગિરીશભાઈ વિઠલાણી અને જયભાઈ દતાણી જહેમત લઇ રહ્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version