જામનગર સહિત ગુજરાતના જેલ કર્મી આંદોલનના માર્ગે
- સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ અપાયું:માંગણી નહીં સ્વીકારાય તો જેલ બંધનું એલાન
- જેલ વિભાગના પોલીસ કર્મચારીને જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં સમાવેશ કરવા બાબત.
- ક્લેક્ટરને કરાયેલી રજૂઆતમાં યુનિયન બનાવવાની પરવાનગી મંગાઈ
દેશ દેવી ન્યુઝ જામનગર તારીખ 26 સપ્ટેમ્બર 22 જામનગર જિલ્લા જેલ કરવી દ્વારા પોતાની અલગ અલગ માંગણીને લઈ જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું અને જો માંગણી નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી જણાવ્યા પ્રમાણે સરકારના પરીપત્ર મુજબ ગુજરાત રાજ્યના જેલ ખાતાના પોલીસ કર્મચારી/અધિકારીઓને અને સિટી પોલીસ ખાતાના કર્મચારી/અધિકારીઓના પગાર સ્કેલ મુજબ કેડર ટુ કેડર એટલે કે સ્કેલ ટુ સ્કેલ સરખો પગાર કરવામાં આવેલ છે.