Home Gujarat Jamnagar જામનગરના લીમડાલાઇનમાં જાણીતા કરીયાણાના વેપારીના પુત્રની જાન લીલા તોરણે પાછી ફરતા ચકચાર:...

જામનગરના લીમડાલાઇનમાં જાણીતા કરીયાણાના વેપારીના પુત્રની જાન લીલા તોરણે પાછી ફરતા ચકચાર: ભાવી સાસુને જમાઇનું “નાક ” ખેંચવું ભારે પડયું

0

જામનગરમાં કુંભાર જ્ઞાતિના યુવાન અને વાંઝા જ્ઞાતિની યુવતીના પ્રેમ લગ્નની આડે વરરાજાનું ‘નાક’ વિઘ્ન બન્યું..લીમડા લાઇન વિસ્તારમાં જાણીતા અનાજ કરીયાણાની દુકાનદાર વેપારીના (પુત્ર ) વરરાજાનું નાક ભાવિ સાસુએ ખેંચવા જતાં ‘વિવાદ’ થયા પછી ‘વિવાહ’ રદ થતાં જાન લીલા તોરણે પાછી ફરી..પ્રેમીના પરિવાર દ્વારા પ્રેમિકાની માતાનો ઊધડો લેવાતાં હંગામો: પ્રેમિકાએ લગ્નનો ઈન્કાર કરી દીધો: ભોજન પણ પડ્યું રહ્યું..

દેશ દેવી ન્યુઝ જામનગર 23. જામનગરમાં લીમડા ડેમ વિસ્તારમાં રહેતા એક કુંભાર જ્ઞાતિ ના યુવાન અને શહેરમાં જ રહેતી વાંઝા જ્ઞાતિ ની એક યુવતી કે જે બન્ને વચ્ચે પ્રેમ થયા પછી બન્ને પરિવારોની સંમતિથી ગત બે દિવસ પહેલાં લગ્ન ગ્રંથીથી જોડાવા જઈ રહ્યા હતા, અને લગ્ન વિધિ દરમિયાન કન્યાની માતા એ વરરાજા નું નાક ખેંચવાનો પ્રયત્ન કરતાં બન્ને પરિવારો વચ્ચે ભારે બબાલ થયા પછી આખરે પ્રેમિકાએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો, અને જાન લીલા તોરણે પાછી ફરી હતી.બન્ને પક્ષ પોતાના ઘેર પાછા ફર્યા હતા, અને બંને પક્ષ દ્વારા તૈયાર કરાયેલું ભોજન પણ પડયું રહ્યું હતું. આ લગ્ન વિચ્છેદન ને લઈને બન્નેના પરિવારો ભારે હત-પ્રભ બની ગયા છે.

જામનગર શહેરમાં અતિ ચકચારી બનાવની વિગત એવી છે કે જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં રહેતા અને જાણીતા કરીયાણાના વેપારીના પુત્ર( કુંભાર જ્ઞાતિના એક યુવાનને) જામનગરની જે વાંજા જ્ઞાતિની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો, અને બન્ને એ લગ્ન કરવાનું નકકી કરતાં આખરે બન્ને ના પરિવારજનોએ સંમતિ આપી દીધી હતી.

જેથી તેઓના ગુરૂવાર તારીખ ૨૦ મી જાન્યુઆરીના દિવસે લગ્ન યોજાયા હતા. જેઓનો લગ્ન સમારંભ જામનગરની મધ્યમાં આવેલી એક હોટલમાં યોજાયો હતો, અને કોરોના ની ગાઈડલાઈન ના સંદર્ભમાં બંને પક્ષે પોતપોતાના સગા સંબંધીઓને નિમંત્રણ આપી દીધા હતા. જેથી લગ્ન સમારંભ ચાલુ થઈ ગયો હતો. અને કન્યા પક્ષ દ્વારા વાજતે ગાજતે આવેલી જાન અને વરરાજા નું સામૈયુ કરવામાં આવી રહ્યું હતું.જે દરમિયાન કન્યા પક્ષ દ્વારા વરરાજા નું નાક પકડવા માટેની વર્ષોથી ચાલી આવતી પરંપરા નિભાવવાની વિધિ શરૂ કરાઇ હતી.

જેમાં સૌપ્રથમ વરરાજાના પરિવારે નાક પકડવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ પ્રેમિકાની માતાએ માત્ર નાક ને સ્પર્શ કરવાનું જણાવી અને તેમણે માત્ર વરરાજાના નાક ને સ્પર્શ કર્યો હતો બસ એટલું પણ પ્રેમિના પરિવારજનો સહન કરી શક્યા ન હતા અને વરરાજા ના કાકા સહિતના પરિવારજનોએ ભાવિ સાસુમાં નો ઉધડો લઇ નાખ્યો હતો.

આ સમયે ભારે ગરમાગરમી થઈ ગઈ હતી દરમિયાન કન્યા ની પણ દરવાજા પાસે આવીને ઉભી રહી ગઈ હતી, અને ભારે રકઝક પછી તેણીએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી બન્ને પરિવારમાં ભારે સોંપો પડી ગયો હતો.

પોતાની માતાનુ અપમાન સહન નહીં કરી શકતાં તેણીએ લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો અને જાન લીલા તોરણે પાછી મોકલી દઇ હિંમતભર્યું પગલું લીધું હતું. આ સમગ્ર ધમાચકડી એકાદ કલાક ચાલ્યા પછી આખરે વરરાજા પોતાની જાન લઈને લીલા તોરણે પાછા ફર્યા હતા.

જે ખાનગી હોટેલમાં લગ્ન સમારંભ યોજાયો હતો, જેમાં બંને પરિવારોનું સંયુક્ત ભોજન પણ તૈયાર હતું, પરંતુ વરપક્ષ હોટેલ છોડીને ચાલ્યા ગયા પછી કન્યા પક્ષના સભ્યો પણ લગ્ન સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા, અને ભોજન પડ્યું રહયું હતું.

ઉપરાંત કન્યા પક્ષ દ્વારા વર પક્ષને આપવામાં આવનારી ગિફ્ટ સહિતની સામગ્રીઓ પેકેટ બંધ પરત મોકલાવી દીધી હતી, અને જામનગરના એક પ્રેમી યુગલ ના પ્રેમ પ્રકરણનો સપ્તપદી ના પગલા મૂકે તે પહેલાં જ અંત આવી ગયો હતો. માત્ર વરરાજા નાકને સ્પર્શ કરવો જ લગ્નસંબંધ ના વિઘ્ન નું કારણ બની ગયો હતો. આ બનાવે શહેરમાં ભારે ચકચાર જગાવી દીધી છે. તો કેટલાક કન્યાપક્ષના નિકટવર્તીઓએ કન્યાના હિંમતભર્યા પગલાને પણ આવકાર્યું છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version