જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલમાં એચએમપીવી વાયરસ ના પગલે આઇસોલેશન વોર્ડ તૈયાર
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૯ જાન્યુઆરી ૨૪ , ચાઇના થી પ્રસરેલા એચએમપીવી નામનાં વાઇરસ ધરાવતો એક પોઝિટિવ કેસ ગુજરાત મા નોંધાયો હતો.જેના અનુસંધાને રાજ્ય ની સાથો સાથ જામનગર નું આરોગ્ય તંત્ર પણ સાબદુ બન્યું છે.જેમાં સંભવિત રોગ નાં દર્દી માટે જામનગર ની જી જી હોસ્પિટલમાં આઇશોલેશન વોર્ડ તૈયાર કરવામા આવ્યો છે.અને તબીબો તૈનાત રાખવા મા આવ્યા છે. તેમજ વોર્ડ મા પણ જરૂરી તમામ સાધન સામગ્રી ની વ્યવસ્થા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.