Home Gujarat Jamnagar જામનગર સહિત રાજ્યના 113 PI ની આંતરીક બદલી : જુવો યાદી

જામનગર સહિત રાજ્યના 113 PI ની આંતરીક બદલી : જુવો યાદી

0

ગુજરાત રાજ્યના ૧૧૩ બિન હથીયારી પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી

  • એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ કે જે ભોઈ અને સીટીસીના કે એલ ગાંધે સુરત મુકાયા
  • જામનગરના શ્રીમતી યુએસ વસાવા અને દેવભૂમિ દ્વારકાના શ્રીમતી પી.બી ઝાલા અમદાવાદ શહેરમાં મુકાયા
  • પશ્ચિમ કચ્છના એચ.એસ ચાવડાને દેવભૂમિ દ્વારકા મુકાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૪ સપ્ટેમ્બર ૨૨ જામનગર સહિત રાજ્યના 113 બિન હથિયાર પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીનો ગંજીપો ચિપતા DG તેમાં જામનગર LCBના ઇન્ચાર્જ Pl કે, જે ભોયે અને સીટી -સીના કે. એલ ગાંધેની સુરત શહેર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે જામનગરમાં નવા ૪ પોલિસ ઇન્સપેક્ટ મુકવામાં આવ્યા છે જેમાં ગાંધીનગરથી એચ.પી ઝાલા, સાબરકાઠાથી પી.એલ વાધેલા, સુરતથી ડી.કે ચૌધરી અને બોટાદથી જે.વી ચૌધરીનો સમાવેશ થાય છે. સાથો સાથ દેવભૂમિ દ્વારકામાં પણ એક મહિલા PIની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે તેની સામે પશ્ચિમ કચ્છના એચ.એસ ચાવડાને દેવભૂમિ દ્વારકા મુકવામાં આવ્યા છે.

રાજ્યમાં પોલિસતંત્રમાં લાંબા સમયથી બદલીની રાહ જોવાઈ રહી હતી તેવામાં DG કચેરીથી ૧૧૩ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી નો ઘાણવો નીકળતા કહી ખુશી કહી ગમ જેવો ઘાટ સર્જાયો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version