જામનગર : ઈન્સ્ટાગ્રામ મારફત મિત્રતા કેળવી લગ્નના વાયદાઓ કરી અવાર-નવાર બળાત્કાર ગુજારવાના કેસમાં ગરાસીયા યુવાનને જામીન મુકત કરતી નામદાર અદાલત
-
કોલેજીયન યુવતીને લગ્નની લાલચ આપી અવારનવાર બળાત્કાર ગુજારેલ
-
કોર્ટના કાનૂની જંગમાં સૂરત , કોલકતા અને દિલ્હીમાં બનેલ રેપ જેવી ઘટનાનો ઉલ્લેખ કરાયો
-
વિદ્વાન ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી આરોપી શક્તિસિંહ ચુડાસમાં ને જામીન મુક્ત કરવા આદેશ
દેશ દેવી ન્યુઝ તા.૫ ડિસેમ્બર ૨૪ આ કેશની હકિક્ત એવી છે કે, જામનગર સીટી ‘સી’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ભોગબનનાર ઉ.વર્ષ ૨૦ વાળાઓએ આરોપી શક્તિસીંહ જોરૂભા ચુડાસમાં સામે ફરીયાદ નોંધાવેલ કે, ભોગબનનાર અને શક્તિસીંહની ઈન્સ્ટાગ્રામ મારફત પરીચય થયેલ અને આ આરોપી શક્તિસીંહે ભોગબનનારને લગ્નની લાલચ આપેલ અને પ્રેમસંબંધ બાંધેલ ત્યારબાદ બંન્ને વચ્ચે જામનગરની અલગ અલગ હોટલે આરોપી લઈ જઈ અને લગ્નની લાલચ આપી અને બળાત્કાર કરેલ અને પોતાની ફર્નીચરની દુકાનમાં પણ બોલાવી અને ભોગબનનાર સાથે બળાત્કાર કરેલ અને ત્યારબાદ તરછોડી દીધેલ આ ફરીયાદ જાહેર કરવામાં આવેલ, અને ફરીયાદ જાહેર થતાં આરોપી શક્તિસીંહ ચુડાસમાંની અટક કરવામાં આવી હતી
તેથી આ આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ નહી, તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, સમાજમાં કિસ્સાઓ વધી રહેલ છે તે વાત ખુબજ ખેધજનક છે અને તેમાં સમાજમાં મેસેજ બેસાડવો ખુબજ જરૂરી છે અને કાયદો અને વ્યવસ્થા પણ જાળવવી જોઈએ અને આ પ્રકારના કિસ્સાઓ ન થાય તે માટે સરકાર પણ ખુબજ કાર્યરત છે, તે બાબત સાથે સહમત છીએ, તેની સાથે સાથે તમામ ફરીયાદોને જો એક જ ત્રાજવે તોલવામાં આવે તો આરોપીઓના હકક અધિકારો જે બંધારણે આપેલ છે તેને તરાપ મારવા સમાજ ગણી શકાય
હાલના કેશમાં ભોગબનનાર ૨૦ વર્ષની વ્યકિત છે અને ભલેણ ગલેણ વ્યકિત છે, તેઓએ પણ પ્રેમ સંબંધ હોવાની કબુલાત આપેલ છે અને જે કલકતા અને દિલ્હી અને સુરતમાં રેપના કિસ્સાઓ બનેલ છે, તે ગેંગ રેપના કિસ્સાઓ છે અને તે હિન્યસ ક્રાઈમ છે આ તો પ્રેમસંબંધનો કિસ્સો છે, તેને આ કિસ્સાાઓ સાથે જોડી શકાય નહી અને સમગ્ર ફરીયાદ સાચી છે કે, ખોટી છે, તે ટ્રાયલ ચાલ્યાબાદ નામ.અદાલત સમક્ષ તમામ હકિકતો સામે આવે તેમ હોય અને તે પુરાવાનો વિષય છે, અને આ કિસ્સામાં પ્રેમસંબંધ લવ એન્ડ અફેરનો કિસ્સો હોય, અને એકબીજાની મરજીથી શરીર સુખ બાંધેલ છે અને તેને બળાત્કારનો ઓપ આપવામાં આવેલ છે, તે હકિક્તો પુરાવો જોતા પ્રથમદર્શનીય રીતે જણાય આવે છે, તો આ કિસ્સામાં આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ, તેવી ધારદાર રજુઆતો કરવામાં આવેલ, તે તમામ રજુઆતો અને દલીલો ધ્યાને લઈ અને નામ.અદાલતે આરોપી શક્તિસંહ જોરૂભા ચુડાસમાંને આરોપી પક્ષે થયેલ રજુઆતો અને દલીલો માન્ય રાખી અને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ , વિશાલ વાય. જાની હરદેવસીહ આર.ગોહીલ, રજનીકાંત આ૨.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.