જામનગરના સાત રસ્તા પાસે ચાલી રહેલા ફલાય ઓવરબ્રીજના કામનું નિરીક્ષણ કરતા સ્ટે. ચેરમેન
- કામમાં વપરાતું મટિરીયલ ચકાસવામાં આવ્યું તેમજ અન્ય ફાઈલો પણ ચેક કરવામાં આવી
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩ ઓક્ટોબર ૨૩, જામનગર શહેરમાં સાત રસ્તા નજીકથી નાગનાથ ગેઈટ સુધીના નવા બની રહેલા ફલાય ઓવરબ્રીજનું હાલ કામ ચાલી રહયું છે. જે કામ સંદર્ભે આજરોજ જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલશ કગથરાએ સ્થળ પર જઈ ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમજ ચાલી રહેલા કામનું નિરીક્ષણ કર્યું હતું.