જામનગરમાં વુલન મિલની ચાલી વિસ્તારમાં રહેતા ઉત્તર ભારતીય પરિવારો દ્વારા પહેલીવાર કરવામાં આવી કરહા પૂજા
ધારાસભ્ય રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયો ધાર્મિક કાર્યક્રમમાં ઉત્તર ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ જાન્યુઆરી ૨૫ જામનગર શહેરમાં પ્રથમ વખત કરહા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિ ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે, અને પરંપરાગત રીતે મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન કરવામાં આવે છે. જામનગરમાં પ્રથમ વખત કરહા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભગત ગોવિંદ મહારાજ દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી. ઉકળતા દૂધથી સ્નાન કરી અગ્નિકુડમાં વિશેષ પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા, અને ઉત્તર ભારતિય હિન્દી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન યોગેશ યાદવ, એડવોકેટ સુરજ યાદવ, અને ઇન્દ્રજીત યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કરહા પૂજા મુરૂભાઈ જેશાભાઈ કારાવદરાની વાડી, શંકર ભગવાનના મંદિરની પાસે આવેલા દિજામ વુલન મીલ પાછળ યોજવામાં આવી હતી. આ પૂજા ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે અને જામનગરમાં પ્રથમ વખત આયોજિત કરવામાં આવી હતી.આ કાર્યક્રમનું આયોજન કરનાર યોગેશ યાદવ એડવોકેટે જણાવ્યું હતું કે, આ પૂજા દ્વારા સમાજમાં સદભાવના અને એકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહકાર આપનાર તમામ લોકોનો આભાર માન્યો હતો. ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં સદભાવના અને એકતા ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.