તિરૂપતિ માં ગામના પતિ પૂરતી મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું
મુંબઈની એક સહિત ૪ મહિલાની અટક: ડમી ગ્રાહક મોકલી રેઇડ કરતી પોલીસ
મહિલાઓ દ્વારા 1000 થી 2000 સુધી પૈસા લેવામાં આવતા હતા
દેશ દેવી ન્યુઝ નેટવર્ક :જામનગર શહેરના ઢીંચડા રોડ પર આવેલી તિરૂપતિ સોસાયટીમાં મહિલા સંચાલિત લાંબા સમયથી ચાલતા કૂટણખાના પર સીટી-સી ડિવિઝન એ બોગસ ગ્રાહક મોકલીને દરોડો પાડી મુંબઈની એક સહિત ચાર મહિલા ને પકડી પાડી ગુનો દાખલ કર્યો છે.
ગઈકાલ રાત્રિના શહેરના ઢીંચડા રોડ પર આવેલ નજીક તિરૂપતિ સોસાયટીમાં રહેતી ગુલઝાર બેન ઉર્ફે પૂજા ઉર્ફે શમિરા મહેંદી મોહમ્મદ બહાદુર અભવાણી નામની 45 વર્ષીય મહિલા બહારથી માણસો બોલાવીને પોતાના ઘરે કુટણખાનુ ચલાવતી હોવાની બાતમી સીટી-સી ડિવિઝન પોલીસને મળતા તેમણે આ અંગે બોગસ ગ્રાહક મોકલતા ગુલઝાર બેન ઉર્ફે પૂજાએ પૈસાની લેતીદેતી કરીને મહિલા મોકલતા પોલીસ ત્રાટકી હતી
ગુલઝાર બેન ઉર્ફે પૂજા સહિત મુંબઇની એક તથા અન્ય બે મહિલાઓ જે ઓ આ ધંધામાં સક્રિય હતી તેમની અટક કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.
આ વિસ્તારમાં કૂટણખાનું પકડાયું હોવાની જાણ થતાં લોકોની ભીડ જામી હતી.