જામનગરના વકીલ મંડળની ઓફિસ ના રૂમમાં જ બે વકીલો વચ્ચે તકરાર થતાં ભારે ચકચાર
-
મોબાઈલ ફોન તોડી નાખવાનો શક વહેમ રાખી ૭૬ વર્ષના બુઝુર્ગ વકીલ પર અન્ય વકીલે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪, જાન્યુઆરી ૨૫ જામનગર ની અદાલતના પરિસરમાં વકીલ મંડળ ની ઓફિસમાં જ સોમવારે સાંજે બે વકીલો વચ્ચે મોબાઈલ ફોન તોડી નાખવા નો શક વહેમ રાખીને તકરાર થઈ હતી, અને ૭૬ વર્ષના એક બુઝુર્ગ એડવોકેટ ઉપર અન્ય વકીલે હુમલો કરી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં ભારે ચકચાર જાગી છે.