Home Gujarat Jamnagar જામનગર ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં ભાજપ વિરોધી મતદાનનો સંકલ્પ કરાયો

જામનગર ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં ભાજપ વિરોધી મતદાનનો સંકલ્પ કરાયો

0

જામનગરની ભાગોળે યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલનમાં ભાજપ વિરોધી મતદાન નો સંકલ્પ કરાયો

  • કોંગ્રેસના ઉમેદવારને ક્ષત્રિય સમાજે જાહેરમાં ટેકો આપ્યો

  • જામનગરના માજી રાજવીને રામરામ કરવા માટે નહિ જવાની પણ અપીલ કરાઈ

  • ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલનમાં જામનગર કોંગ્રેસના ઉમેદવારે હાજર રહી પક્ષ પલટો નહીં કરવાનું સોગંદનામુ રજૂ કર્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪ મે ૨૪ રાજકોટ ની બેઠકના ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગુજરાતભર માં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, અને જુદા જુદા આંદોલન આત્મક કાર્યક્રમો અપાઈ રહ્યા છે, જેના અનુસંધાને ગઈકાલે સાંજે જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપ વિરોધી મતદાન કરવા હાકલ કરવામાં આવી હતી.ગઈકાલે યોજાયેલા મહા સંમેલનમાં ક્ષત્રિય સમાજના રમજુભા જાડેજા, પી.ટી. જાડેજા, પી.એસ. જાડેજા, કરણસિંહ ચાવડા, હરપાલસિંહ ચુડાસમા અને તૃપ્તિબા રાઓલજી સહિતના સૌરાષ્ટ્ર કચ્છના અનેક ક્ષત્રિય આગેવાનો જોડાયા હતા. અને મંચ પરથી અને આગેવાનોએ સત્ય સમાજના સંમેલનમાં જાહેરમાં સંબોધન કર્યું હતું, અને ભાજપ વિરોધી મતદાન કરવા માટેની હાકલ કરી હતી.રાજપુત સમાજના આગેવાનોએ ભાજપ સામે કોઈપણ પ્રકારે નમતું નહીં જોખવાના નિર્ધાર કર્યો હતો. અને જાહેરમાં કોંગ્રેસના ઉમેદવારને સમર્થન કરીને મતદાન કરવા નો સંકલ્પ લેવાયો હતો.ક્ષત્રિય મહિલા અગ્રણી તૃપ્તિબા રાઓલ દ્વારા બે અલગ વોટ્સએપ નંબર મંચ પરથી જાહેર કરવામાં આવ્યા હતા, અને ક્ષત્રિય સમાજના આ હેલ્પલાઇન નંબરો મારફતે વહેલી સવારથી જ દરેક બુથ પર ગોઠવાઈ જઈ ક્ષત્રિય સમાજનું ૧૦૦ ટકા મતદાન કરાવવા અને ભાજપના વિરોધમાં મતદાન કરવા માટેની હાકલ કરી હતી.જ્યારે ક્ષત્રિય અગ્રણી પી.ટી. જાડેજાએ પ્રત્યેક ઉપસ્થિત જનમેદની ને જય ભવાનીના નારા સાથે ભાજપના વિરોધમાં મતદાન કરવાના શપથ લેવડાવ્યા હતા, અને વહેલી સવારથી જ પ્રત્યેક વ્યક્તિએ ૧૦ મત અપાવવા માટે હાકલ કરી હતી. દરેક બુથમાં પોતે તેમજ પોતાના પરિવાર અને અન્ય મતદારોને વહેલી સવારથી મતદાન કરાવવા માટે ભાર મૂક્યો હતો.
ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અન્ય કેટલાક સમાજના આગેવાનોએ પણ ઉપસ્થિત રહીને ક્ષત્રિય સમાજના અસ્મિતાના આંદોલનને ટેકો જાહેર કર્યો હતો, અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા સમર્થન આપ્યું હતું.

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલનમાં જામનગર ની લોકસભા બેઠકના કોંગી ઉમેદવાર જે.પી. મારવીયા ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓએ કોઈપણ સંજોગોમાં પક્ષ પલટો નહીં કરૂ, અને કોંગ્રેસ પાર્ટીનેજ સમર્થન આપીને ભાજપ વિરુદ્ધ ની લડતમાં જોડાઈ તે પ્રકારનું સોગંદનામું મંચ પરથી રજૂ કર્યું હતું.જામનગર ના માજી રાજવી જામ સાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા કે જેઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુલાકાત આપી અને વિજયી ભવના આશીર્વાદ આપ્યા હતા, અને તેઓને હાલારી પાઘડી પહેરાવી હતી. પરંતુ તેઓએ ક્ષત્રિયાણીઓની અસ્મિતા વિશે વડાપ્રધાન સાથે કોઈ વાતચીત વગેરે કરી ન હોવાનું જણાવી મંચ પર ઉપસ્થિત કરણી સેનાના ઉપાધ્યક્ષ હરપાલસિંહ ચુડાસમાએ ભવાની માતાના સોગંધ આપીને આગામી દિવાળીમાં જામ સાહેબને દિવાળીના રામરામ કરવા નહીં જવા માટે નો અનુરોધ કર્યો હતો.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version