જામનગર જિલ્લાના ઇતિહાસમાં દરિયા કિનારે આવેલા જુદા જુદા ચાર ટાપુઓ ઉપર ધ્વજ વંદન કરાયું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૭, જાન્યુઆરી ૨૫ ગુજરાત રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના સાગરકાંઠા ઉપર આવેલા પીરોટોન સહિતના અલગ અલગ ૪ ટાપુઓ ઉપર સૌપ્રથમ વખત દેશના ૭૬ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, અને વહીવટી તંત્ર દ્વારા આન બાન અને શાન થી ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો.