જામનગરમાં જલાનીજારમાં 330 માં વર્ષે ઇશ્વર વિવાહ સંપન્ન..
દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૩.જામનગર: જામનગરમાં પરંપરાગત યોજાતી 330 વર્ષોથી જૂની અને પ્રાચીન જલાની જારની ગરબીમાં નવરાત્રીના સાતમા નોરતે ભગવાન શિવ અને પાર્વતીના ઈશ્વર વિવાહ યોજી પરંપરા યથાવત જાળવી રાખવામા આવી છે.
સંગીતના કોઇ આધુનિક સાધનનો ઉપયોગ થતો નથી કે પ્રોફેશનલ મ્યુઝીશ્યન, સીંગર રખાતા નથી. રમનારા જ છંદો થી ગરબા ગાય છે. આ ગરબીમાં કોઇ પણ જ્ઞાતિ ભેદ વગર નાના બાળકથી લઇને વયોવૃધ્ધ સામેલ થઇ શકે છે. શર્ત માત્ર એટલી છે કે તેણે ધોતી, અબોટીયુ પહેર્યું હોવું જોઇએ અને લલાટે (કપાળમાં) ચંદન લગાડેલ હોવું જોઇએ.
ગરબીમાં પણ આ વખતે પરંપરાગત રીતે ઉભા ગરબા જ યોજાયા છે અને તેથી જ ઈશ્વરવિવાહ પ્રસંગ પણ તે રીતે જ યોજાયો હતો. ઈશ્વરવિવાહ રમવા નાના મોટા સૌ કોઈ ધોતી-અબોટિયા, પીતાંબરી જેવા વસ્ત્રોમાં સજ્જ થઈને પરંપરાગત ઈશ્વર વિવાહમાં જોડાયા હતા.
દર નવરાત્રીએ સાતમા નોરતાની રાત્રે 12 વાગ્યા બાદ સંત દેવિદાસ રચિત ઈશ્વર વિવાહનો પ્રસંગ યોજાય છે. નગારા-નોબતના તાલે છંદો દ્વારા પુરૂષો ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહના પ્રસંગને ગાયન કરી ઈશ્વર વિવાહ તરીકે મનાવાય છે. જેઙ્ગ પરોઢીયે સંપન્ન થતો હોય છે.
પરંતુ આ વર્ષે ખાસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે એક જઙ્ગ જગયાએ ઊભા રહીને આ ઈશ્વર વિવાહની પરંપરા જાળવવામાં આવી છે.