Home Gujarat Jamnagar જામજોધપુરના સખપર ગામે દારૂનો જથ્થો ઉતર્યોને પોલીસ પ્રગટ થઈ : 1 પકડાયો...

જામજોધપુરના સખપર ગામે દારૂનો જથ્થો ઉતર્યોને પોલીસ પ્રગટ થઈ : 1 પકડાયો 3 ફરાર

0

દિવ દમણથી માતબર ઇંગ્લિશ દારૂનો જથ્થો આયાત કરીને જામજોધપુરના સખપર ગામમાં ઉતારવામાં આવ્યાની બાતમી પરથી પોલીસનો દરોડો

  • ૧૧૪૦ નંગ દારૂની બાટલી તથા અન્ય મુદ્દામાં સહિત પોણા છ લાખની માલમતા સાથે પોરબંદરના એક બુટલેગરની અટકાયત

  • મકાન માલિક તથા તેના અન્ય બે ભાઈઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસે ફરારી જાહેર કર્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ જાન્યુઆરી ૨૪, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના જામસખપર ગામમાં રહેતા એક રબારી શખ્સ ના રહેણાંક મકાનમાં દીવ દમણ થી ઇંગ્લીશ દારૂની બાટલીનો માતબર જથ્થો આયાત કરાયો હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસે ગઈ રાત્રે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન મકાનમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો પોરબંદરના રાણાવાવનો ભુરાભાઈ પાંચાભાઇ કરમટા પકડાયો હતો. પોલીસે તેની અટકાયત કરી લઇ મકાનમાંથી પાંચ લાખ સિત્તેર હજારની કિંમતની ૧૧૪૦ ના ઇંગ્લિશ દારૂની બાટલીઓનો માતબર જથ્થો કબજે કરી લીધો હતો.

પોલીસની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂ આયાત કરવામાં મકાન માલિક ભાવેશ નારણભાઈ મોરી તેમજ તેના અન્ય બે ભાઈઓ સુરેશ નારણભાઈ મોરી ને રાજુ નારણભાઈ મોરી કે જેઓ પણ સંડોવાયેલા હોવાથી પોલીસે ત્રણેય ભાઈઓને ફરારી જાહેર કર્યા છે, અને શોધખોળ હાથ કરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version