અસુવિધાના પગલે કર્મચારીઓમાં હોબાળો. જમવાના “પાસ” તો મળ્યા પણ ૪ વાગ્યા સુધી જમવાનું “ન” આવ્યું..! અંતે પૂરગ્રસ્ત લોકોને રાહત સામગ્રીની જેમ સુકી ભાજીપુરીના કુડ પેકેટ પકડાવી ચાલતા કર્યાં..! કર્મચારીઓમાં કચવાટ..
જમવાના “પાસ” આપતા હરખાયાં..”કુડ પેકટ” મળતા ભરખાયા: આરોગ્ય શાખાની લીલા અપરંમપાર
નિરામય ગુજરાત કાર્યક્રમને સફળ બનાવવામાં કર્મચારીઓને મજુરી કરાવી પરાણે ‘ એકટાણા ‘ કરાવતી જામનગર મનપા.!
પરંતુ ફક્ત પાસ જ મળ્યા , જમવાનું ન મળ્યું !
દેકારો થતાં અધિકારીઓમાં દોડાદોડી થઈ હતી અને જાણે પુરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ અપાતા હોય તેમ પુરી અને સુકી ભાજી પકડાવી દેતા કામ પર લાગેલા કર્મચારીઓમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો.
નિરામય ગુજરાત અભિયાન હેઠળ જામનગર શહેરકક્ષાનો કાર્યક્રમ એમ.પી. શાહ ટાઉન હોલ ખાતે સવારે 9 કલાકથી રાખવામાં આવ્યો હતો .
આ કેમ્પમાં વધુ લોકો લાભ લે તે માટે તમામ પ્રકારના ડોક્ટરો અને 200 થી વધુ કર્મચારીઓને વહેલી સવારથી કામે લાગ્યા હતા.
મોડીસાંજ સુધી ચાલેલા કાર્યક્રમ માટે મહાનગરપાલિકા દ્વારા તમામ કર્મચારીઓની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી . સુધી જમવાનું આવ્યું ન હતું ! થઈદેકારો થતાં મોડે મોડે પુરી અને સુકી ભાજીના રાહત સામગ્રીમાં અપાતી હોય તેવા પેકેટો કર્મચારીઓને પકડાવી દેવામાં આવ્યા હતા જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો . સવારે 11 વાગ્યે તમામ કર્મચારીઓને અને ડોક્ટરોને જમવાના પાસ આપી દેવામાં આવ્યા હતા .
પરંતુ આશ્ચર્યજનક રીતે 4 વાગ્યા આ બાબતે જામનગર મહાનગરપાલિકાએ જો કે આવી ગંભીર બેદરકારી બાબતે પોતાના હાથ ઉંચા કરી કાર્યક્રમને સફળ ગણાવીને કર્મચારીઓને એકટાણા કરાવી દીધા હતા .