Home Gujarat Jamnagar કાલાવડમાં બાળકોના ઝગડામાં મોટાએ માથા ફોડયા: માફા-માફી કામ ન આવી

કાલાવડમાં બાળકોના ઝગડામાં મોટાએ માથા ફોડયા: માફા-માફી કામ ન આવી

0

કાલાવડ: રમતા-રમતા ઝગડેલા બાળકોની બાબતે મોટેરાઓમાં બબાલ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર :કાલાવડ તાલુકાના ભીમાનુ ગામ માં રહેતા રામાભાઇ તરસી ભાઈ વાઘેલા નામના 55 વર્ષમાં આધેડે પોતાના પુત્ર વસંતના માથા પર લોખંડનું ધારિયું ફટકારી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા ધીરુભાઈ રામાભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીનો ભાણેજ તથા પૌત્ર રમતા રમતા ઝગડયા હોવાથી ફરિયાદીના પુત્ર વસંતે તેલોકોને ઠપકો આપ્યો હતો.

જેથી આરોપીએ વસંત ને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી માથામાં ધારીયું ફટકારી ઇજા પહોંચાડવા અંગેની ફરિયાદ નોંધવાઈ છે.

પોલીસે આરોપી સામે હુમલા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version