જામનગરના વાલ્મિકીવાસમાં અસમાજીક અને માથાભારે શખ્સોના ત્રાસ સામે સ્થાનિકોનો હલ્લાબોલ
- સામૂહિક રજૂઆત પછી પોલીસ એકશનમાં આવી એકની અટકાયત કરી
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૮ ફેબ્રુઆરી ૨૩ જામનગરના વાલ્મિકી વાસ મહાવીર નગર વિસ્તારમાં રહેતી 15 વર્ષની તરુણી નું તાજેતરમાં અપહરણ થયું હતું, અને મુસ્લિમ શખ્સ તરુણીને ભગાડી ગયો હતો, જે સમગ્ર મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા પછી પોલીસની હાજરીમાં સમાધાન થયું હતું, પરંતુ ફિરોજ નામનો મુસ્લિમ શખ્સ ઉશ્કેરાયો હતો અને ગઈકાલે મોડી સાંજે મહાવીર નગર વાલ્મીકિવાસમાં આવ્યો હતો અને સગીરાના પરિવારને ધમકીઓ ઉચ્ચારી હતી, અને બધાને પતાવી દેવાની ધમકી આપતાં વાતાવરણ તંગ બન્યું હતું.
ઉપરાંત સીટી એ. ડિવિઝનના પી.આઇ. એમ.બી. ગજ્જર સમક્ષ પણ ઉગ્ર રજૂઆત કરી આરોપીને રાત્રિ ભર માં પકડી લઈ તેની સામે પગલા ભરવાની માંગણી કરી હતી.
જામનગરના નીલકંઠ નગર વિસ્તારમાં રહેતો ફિરોજ ઊર્ફે ફિરીયો આમદ ભાઈ ખીરા, કે જે ગઈકાલે મહાવીરનગર માં જઈને એક દંપતિને ખખડાવ્યા હતો, અને સમગ્ર પરિવારને પતાવી દેવાની ધમકી ઉચ્ચારતો હતો. તેમ જ જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો પણ ઉચ્ચાર્યા હતા, જે મામલો સિટી એ. ડિવિઝન પોલીસમથકે લઇ જવાયો હતો, અને રેલી સ્વરૂપે દરબારગઢ સર્કલમાં પહોંચી જઈ પીઆઈ એમ બી. ગજ્જરની સમક્ષ રજૂઆત કરી હતી.
પોલીસે આરોપી ફિરોજ ખીરા સામે ધાક ધમકી અને એસ્ટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપીને અટકાયતમાં લઈ લીધો છે.