Home Gujarat Jamnagar જામનગરના મયુરનગરમાં તસ્કરો પ્રેશર કુકર અને હોમ થિયરેટર ઉઠાવી ગયા

જામનગરના મયુરનગરમાં તસ્કરો પ્રેશર કુકર અને હોમ થિયરેટર ઉઠાવી ગયા

0

જામનગરના મયુરનગર વિસ્તારમાં બંધ રહેણાંક મકાનમાંથી હોમ થિયરેટર, પ્રેશર કુકર સહિતના સામાનની ચોરી : પડોશી સામે શંકા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૯નવેમ્બર ૨૪ ,જામનગર શહેરના મયુરનગર વિસ્તારમાં એક બંધ મકાનમાંથી હોમ થિયેટર, પ્રેશરકુકર, પાણીની મોટર સહિતના સામાનની ચોરી થઈ જતાં ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના મયુરનગર વિસ્તારમાં જયેશભાઈ હરીલાલભાઈ જોષી ગત તા. ૨૩.૮ ના રોજ પોતાના ઘરને તાળું મારી પોરબંદર રહેતા તેમના ભાઈના ઘરે ગયા હતા. દરમિયાન તા. ૩૧.૮. ના રોજ તેમના પાડોશી રાહુલ મનુભાઈ ધોકીયાએ તેમને ફોનકરી તમારા ઘરના તાળા ટુટી ગયા છે, તેવું કહેતા, તેમણે તું મારા ઘરે જોઈ આવ તેમ કહ્યું હતું.

જેથી રાહુલે તેના ભાઈ અલ્પેશને જોવા મોકલેલ અને અલ્પેશભાઈ વિડયો કોલકરીને ઘર બતાવ્યું હતું. ત્યારે તેમના ઘરમાં રાખેલ હોમ થિયેટર, ટ્રાવેલીંગ બેગમાં રાખેલ કાંડા ઘડિયાલ, દાઢી કરવાનું ટ્રીમર તેમજ પાણી ભરવાની મોટર, પ્રેશર કુકર તેમજ ઘી નો ડબ્બો વગેરે વસ્તુઓ ગાયબ હતી.

ત્યાર બાદ ગત તા. ૧૪.૧૦. ના રોજ પણ તેઓ ઘરને તાળું મારી પોરબંદર ગયા હતા અને ૧૫.૧૦ ના રોજ રાત્રિના દસ વાગ્યાના અરસામાં પરત આવતાં ઘરની ડેલીનું તેમજ મકાનનું તાળુ તૂટેલું હતુ અને મકાનની અંદર રાખે પાણીની જૂની મોટર તેમજ ગેસ સિલિન્ડર જોવામાં નઆવતાં તેમણે સીટી સી. ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અને શકદાર તરીકે તેના પાડોશી રામભાઈ આહિર અને વેવાઈનું નામ આપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version