જામનગર વાલ્કેશ્વરીમાં બે યુવાનો પર છરી-ધોકા વડે જીવલેણ હુમલો થતા નાસભાગ
આરોપી : (૧) પ્રદીપસિંહ વાઘેલા (૨) યોગેશ પરમાર, તથા બે અજાણ્યા શખ્સો
ઇજાગ્રસ્ત બન્ને ગરાસીયા યુવાન સારવાર હેઠળ ખસેડાયા
આરોપીઓએ હોસ્પિટલ પહોંચી પોલીસ ફરિયાદ નહીં કરવા ધાક ધમકી ઉચ્ચારી પલાયન
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૭ નવેમ્બર ૨૩ જામનગર રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા સિદધરાજસિંહ ઝાલા અને તેનો મિત્ર વાલ્કેશ્વરીમાં પગપાળા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે બે યુવાનો પર તિક્ષણ હથીયાર, ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ચાર શખ્સો સામે સીટી-બી મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે, ઉપરાંત બંને યુવાનોને ઈજા થઈ હોવાથી સારવાર માટે જીજી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા ત્યાં પણ આરોપીઓએ પહોંચી જઈ પોલીસ ફરિયાદ નહી કરવા ધાક ધમકી ઉચ્ચાર્યાનું પોલીસમાં જાહેર કર્યું છે.પોલીસ સુત્રો માંથી જાણવા મળતી વિગત મુજબ રામેશ્વરનગર નજીક નિર્મલનગરમાં રહેતાં અને ડ્રાઇવિંગ કામ સિધ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા અને તેના મિત્ર મયુરસિંહ જાડેજાની સાથે વાલકેશ્વરી વિસ્તારમાંથી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા, જે દરમિયાન જામનગરના પ્રદીપસિંહ વાઘેલા અને યોગેશ પરમાર તેઓના અન્ય બે શખ્સો સાથે ધસી આવ્યા હતા, અને સૌપ્રથમ સિદ્ધરાજસિંહ ઝાલા પર હુમલો કરી ઇજા પહોંચાડી મરણતોલ માર માર્યોં હતોત્યારબાદ તેની સાથે રહેલા મયુરસિંહ જાડેજાને પણ માર માર્યો હતો જેમાં બંને ઇજાગ્રસ્ત બન્યા હોવાથી બંનેને સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જયાં ઉપરોક્ત તમામ આરોપીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ધાકધમકી ઉચ્ચારવા લાગ્યા હતા જો પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખીશ બનાવની જાણના પગલે સીટી-બી ડિવિઝન પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને સમગ્ર ઘટનાથી PI હરદીપસિંહ ઝાલાને વાકેફ કરાયા હતાઆથી સિદ્ધરાજસિંહ ઝાલાની ફરિયાદ પરથી ચારેય આરોપીઓ સામે IPC – કલમ-૩૨૬, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૫૦૬ (૨), તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબ ફરિયાદ નોંધાવતાં પોલીસ તેઓને શોધી રહી છે.