Home Gujarat Jamnagar જામનગરમાં જુગારની મોજ માણતી પટ્ટાવાળી સહિત ત્રણ મહિલા 17820ની મતા સાથે ઝડપાઈ

જામનગરમાં જુગારની મોજ માણતી પટ્ટાવાળી સહિત ત્રણ મહિલા 17820ની મતા સાથે ઝડપાઈ

0

જામનગરના આવાસમાં જુગાર રમતી પટ્ટાવાળી સહિત ત્રણ મહિલા ઝડપાઈ

દેશ દેવી ન્યુઝ તા. ૧૯ ઓગસ્ટ ૨૩ જામનગરમાં સરૂ સેકશન રોડ પર આવેલ એલજી આવાસના બી વીંગના 402 નંબરના બ્લોકમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી-બી ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં જુગાર રમતી કિરણબા નવલસિંહ ચુડાસમા, ગીતાબેન કાપડી અને વર્ષાબા ઝાલા નામની ત્રણ મહિલાને રંગેહાથ ઝડપી લીધી હતી અને તેઓ પાસેથી રોકડ રૂપિયા 17820 ની રકમ તેમજ જુગારનો સામાન કબ્જે કર્યો છે. જેમાં કિરણબા ચુડાસમાં નામની મહિલા જામનગર મહાનગર પાલિકામાં  આઉટસોસિંગમાં પટ્ટાવાળાની નોકરી કરતી હોવાનું માલુમ પડેલ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version