Home Gujarat Jamnagar જામનગરમાં વિજ મીટરમાં બખોરુ પાડી ‘ સ્માર્ટ ચોરી’ લેબોરેટરીમાં સામે આવી

જામનગરમાં વિજ મીટરમાં બખોરુ પાડી ‘ સ્માર્ટ ચોરી’ લેબોરેટરીમાં સામે આવી

0

જામનગરના એક વીજ ગ્રાહક દ્વારા સ્માર્ટ રીતે વિજ ચોરી કરવામાં આવતી હોવાનું લેબોરેટરીમાં ચેકિંગ દરમિયાન ધ્યાનમાં આવ્યું

  • ગ્રાહક દ્વારા વિજ મીટરમાં ચેડાં કરી વીજ ચોરી કરાતી હોવાનું સામે આવ્યા પછી એક લાખનું પુરવણી બિલ અપાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬ જુલાઈ ૨૪, જામનગર પી.જી.વી.સી.એલ. ની લેબોરેટરી માં ગઈકાલે એક વિજ ગ્રાહક ના વિજ મીટર માં ચેર્કિંગ દરમિયાન સ્માર્ટ રીતે કારીગીરી કરી ને અનોખી રીતે વીજ ચોરી પકડાઈ છે, અને તે વીજ ગ્રાહકને રૂપિયા એક લાખથી વધુનું પુરવણી બિલ અપાયું છે.

ક્રિકેટ બંગલો શેરી નંબર ૩ માં  સિલ્વર નેસ્ટ એ ૫૦૧ નંબર ના ફ્લેટ માં શંકા નાં આધારે પી.જી.વી.સી.એલ. દ્વારા વીજ મીટર બદલાવવામાં આવ્યું હતું. અને જૂનું મીટર વીજ તપાસણી કરવા માટે લેબોરેટરી માં મોકલવામાં આવેલ હતું. જ્યાં ગઈકાલે આ મીટર નું પરીક્ષણ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ દ્વારા લેબોરેટરી અધિકારી સાથે રહી તપાસણી કરવામાં આવી હતી. જેમાં મીટર બોડી પાછળ નાનો ચોરસ કટકો કાપીને અંદરની મીટર સર્કિટ સાથે એક વધારાનો રજિસ્ટન્સ જોડેલો હતો. અને નરી આંખે જોઈ નાં શકાય તેવી સ્માર્ટ રીતે ફરીથી મીટર બોડી સાથે ચિપકાવી દીધેલું હતું.

આ બાહ્ય રઝિસ્ટન્સ ની મદદ થી વીજ મીટર માં નોંધાતો પાવર અટકાવી સ્માર્ટ રીતે વીજ ચોરી થતી હોવાનું માલુમ પડયું હતું. જેથી વીજ ચોરી બદલ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગના નાયબ ઇજનેર અજય પરમાર દ્વારા વીજ અધિનિયમ ૨૦૦૩ ની કલમ ૧૩૫ હેઠળ કાર્યવાહી કરી વિજ પોલીસ મથકે એફ.આઈ.આર. નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને કચેરી દ્વારા રૂ. ૧,૦૧, ૩૬૮ નું પુરવણી બિલ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જેથી વીજ ચોરો માં ફફડાટ મચી ગયો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version