જામનગરમાં નવાગામ ઘેડ બાપુનગર વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષની યુવતીને તેણીના પ્રેમીઓ દગો આપતાં ઝેરી દવા પી લઈ આપઘાત
- ચાર વર્ષના પ્રેમ સંબંધ પોતાના લગ્ન બીજી જગ્યાએ નક્કી કરી લેતાં પ્રેમિકાએ ઝેર પીધું: પોલીસે પ્રેમી સામે ગુનો નોંધ્યો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯ ડીસેમ્બર ૨૩, જામનગરમાં નવાગામ ઘેડ બાપુનગર વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષ ની યુવતીને તેના પ્રેમીએ ચાર વર્ષના પ્રેમ સંબંધ બાદ દગો આપી અન્ય યુવતી સાથે લગ્ન નક્કી કરી લેતાં તેણીને મનમાં લાગ્યું હોવાથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જેને દગો દઈ મૃત્યુના મુખમાં ધકેલી દેનાર પ્રેમી સામે પોલીસે ગુનો નોંધ્યો છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ બાપુનગર વિસ્તારમાં રહેતી યોગીતા અજીતસિંહ રાઠોડ નામની ૨૬ વર્ષની યુવતીએ તાજેતરમાં પોતાના ઘેર ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ગઈકાલે તેણીનું મૃત્યુ નિપજ્યું હતુ. આ બનાવ અંગે મૃતક ની માતા કુસુમબા અજીતસિંહ રાઠોડ એ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝન પોલીસે યોગીતાબાના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.