Home Gujarat Jamnagar જામનગરમાં ધૂમ સ્ટાઇલથી બાઈક ચલાવતા ચાલકો દંડાયા

જામનગરમાં ધૂમ સ્ટાઇલથી બાઈક ચલાવતા ચાલકો દંડાયા

0

જામનગર શહેરમાં ધૂમ સ્ટાઇલથી બાઈક ચલાવી ધ્વનિ પ્રદુષણ કરતા બાઇકર્સ સામે કડક કાર્યવાહી

  • શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ બુલેટ સહિતના બાઈક ડિટેઇન કરાયા ૧.૬૩ લાખનો દંડ વસુલાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર ૧૦ એપ્રિલ ૨૪જામનગર શહેરમાં ધૂમ સ્ટાઇલ થી બાઇક ચલાવનારા બાઈકર્સ સામે પોલીસ તંત્ર સખત બન્યું છે, અને જાહેરમાં બાઈક ચલાવી ફાયર સાઇલેન્સર વડે ઘોંઘાટ કરતા બાઈક ચાલકો ના પોલીસે સીન વીખી નાખ્યા છે, અને છેલ્લા ૨૪ કલાકમાં ૫૦થી વધુ બુલેટ સહિતના બાઇક ડિટેઇન કરી લીધા છે. જેઓ પાસેથી ૧.૬૩ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી છેલબટાઉ યુવાનો ધૂમ સ્ટાઇલથી બાઈક ચલાવતા જોવા મળે છે, તેમજ કેટલાક બુલેટ ચાલકો કે જેઓ પોતાના વાહનમાં ફાયર સાઇલેન્સર લગાવીને ધ્વનિ પ્રદુષણ કરતા હોય છે, તેમજ સ્પોર્ટ્સ બાઈક વગેરે ભયજનક રીતે ચલાવી ઘોંઘાટ કરતા હોવાનું ધ્યાન માં આવ્યું હતું.

જેને લઈને જામનગર શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા જુદી જુદી ટીમ બનાવીને સાત રસ્તા સર્કલ, તળાવની પાળ, સુભાષ બ્રિજ, આશાપુરા હોટલ, પંચવટી સર્કલ. સહિત અલગ અલગ વિસ્તારોમાં વિશેષ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી, અને એકીસાથે ૫૦થી વધુ બુલેટ સહિતના બાઇક ડીટેઇન કરી લેવામાં આવ્યા છે, તદઉપરાંત ટ્રાફિક નિયમનના ભંગ બદલ રૂપિયા ૧,૬૩,૮૦૦ નો હાજર દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. બી. ગજજર, પી.એસ.આઇ. આર.ડી. ગોહિલ, આર.એલ. કંડોરીયા, ડી.જે. જાડેજા તથા અન્ય પોલીસ સ્ટાફની જુદી જુદી ટીમ દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version