Home Gujarat Jamnagar જામનગરમાં અડધી રાત્રે બાળકને ફેંકી માતા ફરાર : પાપ છુપાવા કૃત્ય

જામનગરમાં અડધી રાત્રે બાળકને ફેંકી માતા ફરાર : પાપ છુપાવા કૃત્ય

0

જામનગરની જી.જી હોસ્પિટલના ગેટ પાસેથી તાજુ જન્મેલું ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવતા ભારે ચકચાર

  • બાળકને રોડ ઉપર જન્મ આપી નવજાતને ફેંકી દેવાયું: થોડુ મોડુ થયું હોય તો જાનવર ફાડી ખાત
  • રાત્રે ચા પીવા આવતા યુવાનની નજર રડતા બાળક પર પડતા ગાયનેક વિભાગને સોંપાયું :
  • અડધી રાત્રીનો બનાવ : પાપ છુપાવા નવજાતને કડકડતી ઠંડી ત્યજી દઈ માતા ફરાર
  • રાત્રિના અંધકારમાં બાળકના કરુણ રુદનથી વાતાવરણ ગમગીન : યુવક બન્યો આર્શિવાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૨ ફેબ્રુઆરી ૨૩ જામનગર જી.જી હોસ્પિટલના ગેટ બાજુમાં આવેલા PCO પાસે તાજુ જન્મેલ નવજાત બાળક ચૂંદડીમાં વીંટળાઈ લોહીથી નિતરતી હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.

જામનગરની જી.જી હોસ્પિટલના ગેટ બાજુના PCO પાસે કોઈ મહિલા તાજા જન્મેલા નવજાત બાળકને કપડામાં વીંટેલી હાલતમાં ફેંકી ફરાર થઈ હતી રાત્રિના સમયે ચા પીવા આવેલ યુવાનની નજર રડતા બાળક પર પડતા તેને બાકડામાં લટકતા તાજા જન્મેલા નવજાત બાળકને તેડી લઈ ગાયનેક વિભાગમાં દોડી જઈ, હાજર ડોક્ટરને સુપ્રત કર્યું ત્યા હાજર ડોકટરની ટીમ દ્વારા તાત્કાલિક બાળકની સારવાર કરવામાં આવી અને બાળક દસ મીનીટ પહેલા જન્મેલું હોવાની પ્રાથમીક વિગત આપી પોલીસને જાણ કરવામાં આવી હતી.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બે મહિલા છેલ્લા કલાકથી હોસ્પિટલની આજુબાજુ આંટાફેરા કરતી હતી અને અડધી રાત્રે રોડ ઉપર બાળકને જન્મ આપી પોતાનું પાપ છુપાવવા નવજાતને ત્યજી ફરાર થઈ હતી. અડધી રાત્રે બાળકને જન્મ આપી બંને મહિલા બાળકને ફેંકી દઈ ફરાર જવાની વાત વાયુવેગે પ્રસરી જતા માતા ઉપર ફિટકાર વરસ  રહ્યો હતો, આતો રાહદારીની નજર સમયસર રડતા નવજાત પર પડી નહીંતર બાળકને કુતરા ફાડી ખાધો હોત, હાલતો બાળક તંદુસ્ત છે અને નવજાત બાળકને આ રીતે મૂકીને જતાં રહેલાં માતા તથા સાથે રહેલ મહિલાને શોધવાનું શરૂ કરાયું છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV તપાસવાનું શરૂ કરાયું છે, જેના આધારે નવજાત બાળકને કોણ અને ક્યારે મૂકી ગયું છે એની માહિતી મળી શકે.

ઉલ્લેખનીય છે કે તાજા જન્મેલા ફૂલ જેવા માસૂમ બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી હતી. માસૂમ બાળકને ત્યજી દેનારી મહિલા સામે લોકોએ રોષ વરસાવ્યો હતો. હાલતો અડધી રાત્રે બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version