દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૦ ઓક્ટોબર ૨૩ જામનગરના વપારીને સસ્તા ભાવે કોલસો આપવાની લાલચ આપી રૂા. ૨૩.૪૫ લાખની છેતરપીંડી આચરનાર ગાંધીધામ અને અમદાવાદના ચાર શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાતાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ જામનગરના પી. એન. માર્ગ પર આવેલ ન્યુ સ્કવેર કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ઈમ્પીરીયલ ફયુલસ પ્રા. લીમીટેડ નામની ભાગીદારી પેઢીમાં કોલસાનો વેપાર કરતાં આનંદભાઈ અશોકભાઈ પોપટ ને ગાંધીધામના રાજ કૈલાશકુમાર નામના કોલસાના વેપારીની દલાલી કરતાં શખ્સ સાથે ૧૫ વર્ષથી પરિચિત હતા, અને તેમની સાથે વેપાર ધંધાથી જોડાયેલ હતાદરમિયાન ગત જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ અય્યાચી એ એ. આર. નેચરલ રિર્સોસીસ અમદાવાદના વહિવટ કર્તા સંદીપ હરેન્દ્રકુમાર શર્માને તેમની ઓફિસ તેડી આવી આ તમને બીજા વપારી કરતા સસ્તામાં કોલસો આપશે, તેવું જણાવી એડવાન્સ પેમેન્ટ આપવાનું રહેશે. અને આ પેમેન્ટની તેમણે જવાબદારી લેતા ગત તા. ૩.૩૨૦૨૨ ના રોજ રૂા. ૧૫ લાખ અને તા. ૧૭.૩.૨૦૨૩ ના રોજ ૧૨ લાખ અમદાવાદની પેઢીને ટ્રાન્સફર કર્યા હતા. જેથી અમદાવાદની પેઢીએ તા. ૨૧.૩ ના રોજ રૂા.૬.૪૫.૯૯૨ અને તા. ૨૨.૪ ના રોજ રૂા. ૫,૩૪,૯૦૩ નો કોલસાનો જથ્થો મોકલાવેલો હતો.
ત્યાર બાદ તા. ૧૮.૫. ના રોજ રૂા. ૪,૫૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા બાદ તા. ૧૯.૫ ના રોજ અમદાવાદની પેઢીએ રૂા. ૫,૬૦,૦૨૮ નો માલ મોકલાવેલો અને સંદીપ શર્માએ વધુ પેમેન્ટ કરવાનું કહેતાં અમારૂ એડવાન્સ પેમેન્ટ રૂા. ૪૦૯૦૭૬ જમા હોય માલ મોકલ્યા બાદ જ બીજું પેમેન્ટ મોકલશું તેમ કહેતા સંદીપ શર્મા અને ગાંધીધામ વાળા રાજ કૈલાશકુમાર અય્યાસચીએ ફોનમાં વિશ્ર્વાસ અપાવેક્લો કે તમે અત્યારે રૂા. ૧, ૪૫,૦૦૦નું પેમેન્ટ મોકલાવો એટલે તમારા બાકી નિકળતા તમામ રૂપિયાનો માલ આપી દેવાનો વિશ્ર્વાસ કેળવ્યો હતો.ગત તા. ૨૦, ના રોજ વધૂ ૧કરોડ તેમના ખાતામાં મોકલી દીધા છતાં માલ ન મોકલતા અને અવાર નવાર માલ મોકલવાનું કહેવા છતાં પણ માલ ન મોકલતાં ગત તા. રર.ફ્રેબ્રુઆરી ના રોજ આનંદભાઈ અને તેમના પાર્ટનર જીત કમલેશભાઈ બુધ્ધદેવ, કમલેશભાઈ બુધ્ધદેવ અને રવિભાઈ બુધ્ધદેવ તેમની અમદાવાદ સ્થિત ઓફિસે જઈ હિસાબમાં નિકળતા રૂા. ૨૩,૪૫,૨૦૦ પરત આપવાનું કહેતાં સંદીપ શર્માએ અલગ અલગ રકમના ચેક તેમજ રૂા. આઠ લાખનો માલ આપવાનું લખાણ કરી આપેલ અને તેમણે આપેલ ચેક ખાતામાં જમા કરાવતા ખોટી સહી હોવાથી ચેક પરત થયેલ આમ આ ચારેય શખ્સોએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી વિશ્ર્વાસઘાત છેતરપીંડી કરતાં આ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા સીટી બી ડીવીઝન પોલીસે ઈ.પી.કો ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) મુજબ વધુ તપાસ હાથ ધરી છે.