Home Gujarat Jamnagar જામનગરમાં ‘લવ જેહાદ’ને લઈ હિન્દુ સંગઠનો લાલઘૂમ

જામનગરમાં ‘લવ જેહાદ’ને લઈ હિન્દુ સંગઠનો લાલઘૂમ

0

જામનગરમાં ‘લવ જેહાદ’નો વધુ એક કેસ!?

  • રજીસ્ટ્રાર અધિકારી હરેશભાઈ કુકડિયાએ જાણીને નોટિસ બોર્ડે ઉપર લગાડેલી અરજીમાં છેડછાડ કર્યાનો હિન્દુ સેના અને ધર્મ જાગરણ મંચનો આક્ષેપ
  • જવાબદાર અધિકારી  વિરદ્ધ પગલા લેવા કરાઇ માંગ

દેશ દેવી ન્યુઝ જામનગર ૦૫ સપ્ટેમ્બર ૨૨ જામનગર જિલ્લામાં લવ જેહાદ ના કેસમાં દિન પ્રતિદિન વધારો જોવા મળ્યો છે. ત્યારે જામનગરમાં તા. 3-9-2022 ના રોજ લવ જેહાદ નો કિસ્સો સામે આવેલ હતો. આ અંગે જીલ્લા કલેક્ટરને અધિકારી વિરુઘ્ધ યોગ્ય પગલાં ભરવા માટે ધર્મ જાગરણ મંચ અને હિન્દુ સેના દ્વારા આજ રોજ રેલી રૂપે ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું

જેમાં સબ-રજીસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણી કરવામાં આવેલ હતી જેમાં હિન્દુ સમાજ ની દિકરી ને મુસ્લિમ સમાજ ના દીકરો હોય અને તે નોટિસ બોર્ડે ઉપર લગાડેલી અરજી મા ઈનવર્ડ નંબર કે રાજીસ્ટેસન ની તારીખ જાણી જોઈને લવ જેહાદ ને પ્રોત્સાહન આપવા માટે સરકારી અધિકારી થઈ ગંભીર કૃત્ય કરેલ હોય જેવું માલુમ પડતાં તેમને લોકો સમક્ષ ધર્મ જાગરણ મંચ દ્વારા ખુલ્લા પાડેલ છે.લગ્ન નોંધણી રજીસ્ટ્રાર અધિકારી હરેશભાઈ કુકડિયા ની વિરુઘ્ધ સમસ્ત હિન્દુ સમાજ તેમજ દરેક હિન્દુ સંગઠનો તેમનો સખ્ત વિરોધ કરે છે. અને તેમના વિરુઘ્ધ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરે અને જે જવાબદાર હોય તેમને સસ્પેન્ડ કરવામાં આવે. તેવી દરેક હિન્દુ સમાજ ની માંગણી છે.

આ અંગેની વિસ્તૃત અહેવાલ મુજબ, જામનગર જિલ્લા સેવાસદનમાં આવેલી લગ્ન નોંધણીની કચેરીમાં એક મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીએ કરેલા રજીસ્ટર મેરેજ અંગે નિયમ મુજબ લગાવવાની થતી યાદીમાં જાણીજોઈને અમુક વિગતો લખવામાં ન આવી હોવાની જાણ જામનગરની હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટ વગેરેને થતા તે કચેરીમાં હિન્દુ સેનાના પદાધિકારીઓ પહોંચ્યા હતા. ત્યાં તેઓએ કરેલી ચકાસણીમાં લગાડવામાં આવેલી એક યાદીમાં કેટલીક વિગતો લખવામાં આવી ન હોવાનું જણાઈ ન આવતા ઉહાપોહ મચ્યો હતો.હિન્દુ સેનાએ જવાબદાર અધિકારીને તે બાબતે પૂછતા તેઓએ ભૂલથી આ વિગતો લખાઈ નથી તેવો પોકળ ખૂલાસો કર્યો હતો જેની સામે હિન્દુ સેનાએ પ્રકોપ વ્યક્ત કર્યો છે. હિન્દુ સેના દ્વારા જણાવવામાં આવ્યા મુજબ મેરેજ કરાવનાર જવાબદાર કર્મચારીએ જાણીજોઈને પ્રોસેસમાં ખામી રાખી છે, નોટીસ બોર્ડ પર મુકવામાં આવેલી નોટીસમાં તારીખ અને રજીસ્ટર નંબર જાણીજોઈને નાખવામાં આવ્યા નથી. તેથી આવી રીતે નોટીસ છેડખાની કરી જવાબદાર અધિકારી લવ જેહાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેથી આ બાબતને ગંભીરતાથી લઈને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે. જેને લઈ આજરોજ કલેક્ટર કચેરી ખાતે હિન્દુ સેના અને ધર્મ જાગરણ મંચના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ક્લેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું તેમાં હિન્દુસેનાના પ્રતિક ભટ્ટ, ભરતભાઈ ફલીયા ધર્મ જાગરણ મંચના યુવરાજ સોલંકી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version