જામનગર ઔદ્યોગિક એકમો પર GPCB ના દરોડા : કેમીકલયુક્ત પાણીનો જાહેરમાં નિકાલ : બોર્ડ લાલઘુમ : અનેક કારખાનેદાર સામે કાર્યવાહી
- શહેરના શંકરટેકરી, કનસુમરા, દરેડ જીઆઇડીસીનો સમાવેશ : અનેક કારખાના દાર દંડાયા : મામલો વડી કચેરીએ પહોંચ્યો : લાખોનો દંડ ફટકારાશે
- GPCB ના દરોડાના પગલે કેટલાય કારખાનેદાર તાળા મારી પલાયન
- ઘણાખરા એકમો રાજનેતાના શરણોમાં : ભલામણનો દોર શરૂ
- ચેકિંગ કામગીરી ચાલુ રહેશે : પ્રદુષણ બોર્ડ આકરા પાણીએ : વડી કચેરીએ જાણ કરાઈ
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૮ જુલાઇ ૨૩ જામનગરમાં શંકરટેકરી, દરેડ જીઆઇડીસી કનસુમરા વિસ્તારમાં જાહેરમાં ઝેરી કેમીકલયુકત પાણી,જોખમી કચરાનો જાહેરમાં નિકાલ કરતા એકમોની લોક ફરીયાદના પગલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું તેમાં અનેક કારખાનેદાર જાહેરમાં પાણીનો નિકાલ કરતા ઝડપાયા હતા જેને પગલે ઔદ્યોગિક એકમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો