જામનગરમાં કાલાવડ નાકા બહાર મહાનગરપાલિકાની જગ્યામાં ગેરકાયદે દુકાન ખડકી દેવા અંગેનું ચકચારી પ્રકરણ
- વોર્ડ નાં ૧૨ ના કોર્પોરેટર સહિત ત્રણ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ની ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર
- (૧) સીદી હાજી મેતર (૨) કાદર હાજી મેતર રહે.તાહેરી સ્કુલની સામે,કાલાવડ નાકા બહાર જામનગર (૩) અસલમ કરીમ ખીલજી રહે.પટણીવાડ, જામનગર વાળા તથા તપાસમાં ખુલવા પામે તે તમામ
આ બનાવની વિગત એવી છે કે જામનગર મહાનગરપાલિકાના એ સ્ટેટ અધિકારી નીતિનકુમાર રવિશંકર દીક્ષિત એ ગઈકાલે લેખિતમાં એક ફરિયાદ અરજી આપીને જામનગરના સીટી એ- ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડા નો સંપર્ક સાદ્યો હતો, અને મહાનગર પાલિકાની જગ્યામાં ગેરકાયદે જમીનમાં દબાણ કરવા અંગે કોર્પોરેટર અસલમ ખીલજી, તેમજ વકહાજી મેતર અને કાદર હાજી મેતર સામે જમીન પચાવી પાડવા અંગેનની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.