Home Gujarat Jamnagar જામનગરમાં રસ્તા વચ્ચે કાર પાર્કિંગ કરાતાં વાહનોની લાંબી લાઇનો લાગી

જામનગરમાં રસ્તા વચ્ચે કાર પાર્કિંગ કરાતાં વાહનોની લાંબી લાઇનો લાગી

0

જામનગર દિગ્વિજય પ્લોટ પાસે રસ્તા વચ્ચે કાર પાર્ક કરાતાં ટ્રાફિક જામ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ માર્ચ ૨૪ જામનગરમાં જૂની દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી નજીક ગઈકાલે સાંજે એક મોટરકાર ચાલક પોતાની કાર રસ્તાની વચ્ચે છોડીને ચાલ્યો ગયો હતો. પરિણામે અડધો કલાક સુધી આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. ખાસ કરીને એસ.ટી. ની એક બસ ઉપરોક્ત કાર અને રોડ ડીવાઈડર વચ્ચે ફસાઈ જતાં અડધો કલાક સુધી બસના મુસાફરોને પણ પરેશાન થવું પડ્યું હતું. ત્યાર પછી કાર ચાલક આવ્યો હતો.અને પોતા ની મોટરકાર લઈ ને રવાના થઈ ગયો હતો. ત્યાર બાદ ટ્રાફિક હળવો થયો હતો.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version