ભાજપ શાસિત ‘જામ્યુકો’માં ભાજપના જ કોર્પોરેટર પોતાના ખર્ચે ગટર બનાવવાની મંજૂરી માંગતા રાજકારણમાં ગરમાવો!!!
- શહેરના વોર્ડ નં.9 ના નગરસેવક નિલેશભાઇ કગથરાએ મ્યુનિ. કમિશ્ર્નરને લખ્યો સળગતો પત્ર
- છેલ્લા 6 મહિનાથી અવિરત રજૂઆત કરતા હોવા છતાં સમસ્યાનુ કોઇ નિરાકરણ “ન” આવતા કોર્પોરેટરે ભર્યૂ આકરૂં પગલું.
- વોર્ડ નંબર-૯માં અન્ય લોકો પોતાના લાભ અને સ્વાર્થ માટે રાજકારણ કરે છે. જ્યારે મે હર હમેશ લોકોના પ્રશ્નોને વાંચા આપવાનું કામ કર્યું છે. : કોર્પોરેટર: – નિલેશ કગથરા
દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર તા.૧૨ ઓક્ટોબર ૨૨ જામનગરક શહરેમાં ભાજપ શાસિત ‘જામ્યુકો’માં ભાજપના જ કોર્પોરેટર પોતાના ખર્ચે ગટર બનાવવાની મંજૂરી માંગતો એક પત્ર શહેરના વોર્ડ નં.9 ના નગરસેવક નિલેશભાઇ કગથરાએ મ્યુનિ. કમિશ્નરને લખ્યો સળગતો પત્ર લખતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. છેલ્લા 6 મહિનાથી અવિરત રજૂઆત કરતા હોવા છતાં ગટરની સમસ્યાનું કોઇ નિરાકરણ ન આવતા વોર્ડ નં.9 ના કોર્પોરેટરે આકરું પગલું ભર્યુ છે.
આ પ્રકરણમાં જો જામ્યુકો પાસે નાણાની અછત કે જોગવાઇ ન હોય તો કોર્પોરેટર નિલેશ કગથરા દ્વારા સ્વખર્ચે આ વિસ્તારના લોકોનો પ્રશ્ર્ન હલ થાય તેના માટે ગટર બનાવી આપવા તૈયારી દર્શાવી છે અને આ અંગે તેમણે વહિવટીતંત્ર પાસે મંજુરી માંગતો પત્ર પણ લખ્યો છે.