જામનગરમાં નાસ્તો કરવાની બાબતે રેંકડી ચાલકના હાથ-પગ ભાંગી નાંખયા
દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨ ઓગસ્ટ ૨૩ જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં સર્વ મંગલ પાર્ટી પ્લોટ પાસે નાસ્તાની રેકડી ચલાવતા અને રામેશ્વર નગરમાં રહેતા વિજયસિંહ ખુમાનસિંહ જેઠવા નામના ત્રીસ વર્ષના રેકડી ચાલક યુવાન પર નાસ્તો કરવાના પ્રશ્ર્ને બબાલ થયા પછી ગાંધીનગર વિસ્તારમાં જ રહેતા દિવ્યરાજસિંહ વાળા નામના શખ્સે લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ પગમાં ફ્રેકચર કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, જયારે રેકડી ચાલક ઇજાગ્રસ્ત બન્યો હોવાથી તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.