Home Gujarat Jamnagar જામનગરમાં સગીરાને ધાક-ધમકી આપી ખીજડીયાના શખ્સે આચર્યું દુષ્કર્મ..

જામનગરમાં સગીરાને ધાક-ધમકી આપી ખીજડીયાના શખ્સે આચર્યું દુષ્કર્મ..

0

જામનગરમાં સગીરાને ધાક-ધમકી આપી આહિર શખ્સે આચર્યું દુષ્કર્મ..

દુષ્કર્મ કેસના આરોપીને ગણતરીની કલાકોમાં જ પકડી પાડતી પંચકોશી એ ડિવિઝન પોલીસ..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૨૧.જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં સગાના ઘરે રહેતી સગીરાને ધાકધમકી આપીને છેલ્લા છ એક માસથી ખીજડીયા ગામનો આહિર શખસ દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ પરથી પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરીને રીમાન્ડ માટેની તજવીજ હાલ પરી છે..

જામનગર પંથકના ગામા વિસ્તારમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર અને સંબંધીઓના ઘરે રહેતી સગીરાને ટ્રાન્સપોર્ટમાં કલીનર તરીકે નોકરી કરતો અને ખીજડીયા ગામમાં રહેતો હાર્દિક ઉર્ફે ટકો રમેશભાઈ મકવાણા નામના આહીર શખસે છેલ્લા છ એક માસથી અવાર નવાર ધાકધમકીઓ આપીને દુષ્કર્મ આચયું હતું.

જે અંગેની સગીરાના સંબંધીઓને જાણ થતાં તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ આર.બી.ગઢવીના માર્ગદર્શન હેઠળ આરોપી સામે દુષ્કમ , પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ને તપાસ આરંભી છે.

પીએસઆઈ એમ.આર વોરા તથા સ્ટાફના શૈલેન્દ્રસિંહ સજુભા જાડેજા, જીજ્ઞેશભાઈ વાળા , રામદેવસિંહ જાડેજા, સંદિપ જરૂ સહિતના સ્ટાફે આરોપી હાર્દિકની શોધખોળ આરંભી હતી અને ગણતરીની કલાકોમાં જ આરોપીને ધુંવાવ હાઉસીંગ બોર્ડ સામેથી પકડી લીધો હતો અને તેનો કોવીડ ટેસ્ટ બાદ પડ માટેની તજવીજ હાથ ધરી હતી.

આથી પોલીસે આરોપી વિરુદ્ધ IPC. કલમ -૩૭૬  (૨), (એન ) ૩૭૬ ( ૩ ) ૫૦૬ તથા પોક્સો એક્ટ કલમ ૪, ૬, ૧૨ મુજબનો દુષ્કર્મનો ગુનો નોંધી સગીરાને પરીક્ષણ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે .

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version